વડોદરામાં નીતિ-નિયમોના પાલન સાથે ગણેશોત્સવ ઉજવાશે

પોલીસ કમિશનર સાથે ગણેશ મંડળની મુલાકાત બાદ નિર્ણય

MailVadodara.com - Ganeshotsav-will-be-celebrated-in-Vadodara-following-the-rules-and-regulations

- સંસ્કારી નગરીમાં ગણેશોત્સવ ધામધુમથી ઉજવાય તે માટે રજૂઆત કરાઈ હતી

- બેઠકમાં સુખદ સમાધાન થતાં ગણેશોત્સવ રંગેચંગે ઉજવાશે, મંડળોમાં હર્ષની લાગણી


વડોદરા શહેર ગણેશ ઉત્સવ સમિતિના નેજા હેઠળ આજે વડોદરા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ગણેશોત્સવને લઇ જારી કરવામાં આવેલ જાહેરનામાં અંગે યોગ્ય નિર્ણય થાય અને સંસ્કારી નગરીમાં ગણેશોત્સવ ખૂબ જ ધામધુમથી ઉજવાય તે માટે આજે રજૂઆત કરાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ગણેશ મંડળોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતાં. આ દરમિયાન શહેર પોલીસ કમિશનર દ્વારા યોગ્ય જવાબ આપી નીતિ-નિયમોને આધીન ઉત્સવ મનાવવા પરમિશન આપતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

આ અંગે ગણેશ મંડળના પ્રતિનિધિ અને આગેવાન જય ઠાકોરે જણાવ્યું કે, વડોદરા શહેર ગણેશોત્સવ સમિતિમાં એક પરિપત્ર આવ્યો હતો, જેનો તમામે વિરોધ કર્યો હતો. વડોદરા શહેરના તમામ ગણેશ મંડળો, મૂર્તિકાર એસોસિયેશન સાથે મળી એક જ અવાજે સાથે જોડાયા છે અને સાથે મળી આ સરકારને કહ્યું હતું કે, આ વર્ષે અમે આ ઉત્સવને લઇ કોઈપણ ભોગે કોઈની પણ ભીખ માંગવા નહિ જઈએ. પરમિશન આપવી હોય તો આપજો નહીં તો અમે માત્ર બે ફૂટની મૂર્તિની સ્થાપના કરીશું અને ગણેશોત્સવ અમે સ્થગિત કરીશું.


વધુમાં કહ્યું કે, તે લોકોએ તો અમારી વાત ન સાંભળી. પરંતુ વડોદરા શહેર પોલીસ કમિશનર પાસે આવ્યા અને અમે રજૂઆત કરી કહ્યું કે, વડોદરા શહેર સંસ્કારી નગરી છે અને આ લોકોની શ્રધ્ધા આસ્થા અને ભાવનાઓ સાથે જોડાયેલ તહેવાર છે. અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને આ ગણેશોત્સવ નીતિ-નિયમોને આધીન ઉજવણી કરવાની જ્યારે મંજૂરી આપી છે ત્યારે વડોદરા શહેરના તમામ ગણેશ મંડળ તમામ નાગરિકો, તમામ હિન્દુ સંગઠનો અને તમામનો હું આભાર માનું છું અને વંદન કરું છું કે, આપની તાકાતથી આજે આ ઉત્સવ ઉજવીશું.

વધુમાં કહ્યું કે, આ વખતે દેવાધિદેવ મહાદેવના સુપુત્ર ગૌરી ગણેશ જ્યારે વડોદરા શહેરમાં પધારશે ત્યારે કોઈપણ રાજકીય પક્ષની પરવાનગી વગર પધારશે. ગણપતિ બાપ્પા પોતાના ભક્તો અને ગણેશ મંડળોને આશીર્વાદ આપવા માટે પધારશે. રાજકીય પક્ષમાં ઘણી જગ્યાએ ખરાબ અને સારા વ્યક્તિઓ હોય છે પરંતુ, આજે વડોદરા શહેરનું નેતૃત્વ એટલી હદે પહોંચી ગયું છે કે, એક કાઉન્સિલર, એક ધારાસભ્ય અને ભાજપના કાર્યકર્તાએ જો વિરોધ કરવો હોય ને તો થડ.. થડ.. થડ.. કાપી રહ્યા છે. મને આવતા વર્ષે ટિકિટ નહીં મળે. આ પરિસ્થિતિ વડોદરા શહેરમાં થઈ રહી છે.

વધુમાં કહ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશોત્સવની ઉજવણી પોલીસ વિભાગના નીતિનિયમો આધારે કરવામાં આવશે. આદિન સુધી આ જ પ્રકારનો પરિપત્ર આવતો હતો અને ભાજપના નેતાઓ આવી અને મધ્યસ્થી કરતા હતા. તો આ વખતે શા માટે આટલો બધો વિરોધ થવા દીધો? શું કારણ હતું? તમારી આંતરિક જૂથબંધીના કારણે વડોદરા ગણેશ મંડળોનો ભોગ લો છો, ગણેશોત્સવનો ભોગ લો છો તમારી આંતરિક જૂથબંદી તમારી રીતે સોલ્વ કરો તેમાં શા માટે વડોદરા ગણેશ મંડળને લાવવામાં આવે છે, તે ખબર નથી પડતી. વડોદરા શહેર ગણેશોત્સવ સમિતિના 4300થી વધુ ગણેશ મંડળો એક જૂથ છે એકસાથે એક જ અવાજે ગમે તે પ્રશ્ન હશે ત્યારે જરૂર પડશે, અમે સાથે ઉભા રહીશું. આ બાબતનો શ્રેય વડોદરા શહેર પોલીસ કમિશનરને આપીએ છીએ.

Share :

Leave a Comments