- જયરત્ન બિલ્ડીંગ થી મોતીબાગનો રોડ છેલ્લા બે વર્ષથી ખખડધજ છે, આ રોડ પર ચાર સ્કૂલો આવેલી છે
- ટ્રાફિક થી ધમધમતા રોડ પર રથયાત્રા પૂર્વે થિંગડા માર્યા
પાલિકાના અધિકારીઓ અને બુદ્ધિને બાર ગાઉ નું છેટું હોય એમ લાગે છે. શિયાબાગ વિસ્તારમાં જ્યાં રોડ હતો એના પર રોડ બનાવવા માં આવ્યો અને જ્યાં જયરત્ન બિલ્ડીંગથી મોતીબાગ સુધીનો રોડ છેલ્લા ઘણા સમયથી ખખડધજ છે એ રોડ બનાવવાની તસ્દી લેવાતી નથી.
પાલિકાના વહીવટી તંત્ર ની બલિહારી એવી છે કે જ્યાં જરૂર છે ત્યાં રોડ બનતો નથી અને જ્યાં જરૂર નથી ત્યા રોડ બનાવી લાખો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે . તાજેતરમાં પાલિકાએ શિયાબાગ માં રૂપિયા ૧૬ લાખના ખર્ચે રોડ બનાવ્યો. અહીં પહેલાથી જ રોડ વ્યવસ્થિત હતો. જયારે બીજી તરફથી જયરત્ન બિલ્ડીંગ થી મોતીબાગ સુધીનો રોડ છેલ્લા એક વર્ષથી ખખડધજ હાલતમાં છે. આ રોડ પર એક વર્ષ અગાઉ ડ્રેનેજ ની પાઈપલાઈન નાખ્યાં બાદ રોડ બનાવવામાં આવ્યો નથી. આ રોડ પર ટ્રાફિકનું ભારણ પણ ખુબ વધુ છે. આથી વિશેષ આ રોડ પર ચાર શાળાઓ આવેલી છે.
- રથયાત્રામાં ફોટા પડાવવા પડાપડી કરતાં હરખપડુંડા શાશકો આ રોડ પર બાઇક લઈને જાય તો ખબર પડે કે લોકો ને કેટલી હાલાકી થાય છે..!!
કમ્મર તોડ રોડ પરથી પસાર થતાં વાહનો ખાડાથી બચવા અકસ્માત નોતરી શકે છે એવામાં પાલિકાના જાડી ચામડીના અધિકારીઓને આ રોડ બનાવવા ને બદલે શિયાબાગમાં રોડ પર રોડ બનાવવાનું સૂઝયું અને જયરત્ન બિલ્ડીંગથી મોતીબાગ સુધીના રોડ પર થીગડાં મારી કામ અણઆવડત છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સ્માર્ટ અધિકારીઓ વરસતા વરસાદ માં રોડ પર ડામ્મરના થીગડાં મારીરહ્યા છે. અહીં મહત્વનું એ છે કે રથયાત્રા પૂર્વે પાલિકાના શાસકોને આ રોડ પરથી રથયાત્રા કેવી રીતે પસાર થશે એની કલ્પના ના આવી ? રથયાત્રા માં ફોટા પડાવવા હરખપદુડા થઈ પડાપડી કરતાં શાશકોને શું માત્ર પ્રસિદ્ધની જ પરવા છે ?પાલિકાના કહેવાતા સ્માર્ટ તંત્ર ના અધિકારીઓના પાપે રાહદારીઓને કમ્મર તોડ રોડ પર વાહન હંકારવા મજબુર થવું પડે છે.