વડોદરામાં એરપોર્ટના ફાયર વિભાગના આસિસ્ટન્ટ મેનેજરના બંધ મકાનમાંથી સવા પાંચ લાખની ચોરી

મૂળ અમરેલીના અને હાલ વાઘોડિયા રોડ પરના શિવાલય બંગ્લોઝમાં રહેતા પરિવારના ઘરમાં ચોરી

MailVadodara.com - Five-and-a-quarter-lakh-stolen-from-the-locked-house-of-the-assistant-manager-of-the-airport-fire-department-in-Vadodara

- ટોળકી સોનાના દાગીના રોકડા 1 લાખ મળી 5.28 લાખની મતા લઈ ગઈ

વડોદરા શહેરના વાઘોડિયા રોડ શિવાલય બંગ્લોઝમાં રહેતા એરપોર્ટના ફાયર વિભાગના આસિસ્ટન્ટ મેનેજરના બંધ ઘરમાંથી ચોર ટોળકી 5.28 લાખની મતા ચોરી ગઈ હતી.

મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના રાભડા ગામે રહેતા વિક્રમભાઇ પ્રવીણભાઈ વાળા હાલમાં વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા પાસે શિવાલય બંગ્લોઝમાં રહે છે અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. વિક્રમભાઇ તેમના પિતા તેમજ માતા સાથે રહે છે. વિક્રમભાઇના પિતા એરપોર્ટ ફાયર વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે  નોકરી કરે છે. ગત 24મી તારીખે બપોરે 12 વાગ્યે ઘરના તમામ સભ્યો મુખ્ય દરવાજાને સ્ટોપર મારી લોખંડની જાળીને લોક મારી ભાવનગર ખાતે મોટા પપ્પાની ત્યાં ગયા હતા અને ગઈકાલે રાત્રે 9 વાગે પરિવાર સાથે પાછો આવ્યો હતો. ઘરે આવીને જોયું તો મુખ્ય દરવાજાની જાળીનો નકુચો તૂટેલો હતો તેમજ દરવાજાને મારેલું તાળું પણ નહોતું. ઘરમાં જઈને જોતા સામાન વીર પીખેર હાલતમાં પડ્યો હતો. લોખંડની બે તિજોરીના લોક પણ તૂટેલા હતા. ચોર ટોળકી ઘરમાંથી સોનાના દાગીના ઘડિયાળ તથા રોકડા રૂ.1,00,000 મળી 5.28 લાખની મતા લઈ ગઈ હતી.

Share :

Leave a Comments