મકરપુરા વિસ્તારમાં આવેલા જય ભોલે નગરમાં ઘર પાસે આવીને ગાળો નહીં બોલવાનું કહેતા પિતા અને પુત્ર એ યુવક પર હુમલો કર્યો હતો. લુહાણ હાલતમાં બૂમાબૂમ કરતા આસપાસથી લોકોએ આવી યુવકને વધુ મારમાંથી બચાવ્યો હતો. ઘવાયેલા યુવકે મકરપુરા પોલીસ સ્ટેશનમાં પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાવી હતી.
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા જય ભોલે નગરમાં રહેતા પ્રજ્ઞેશ હરીશ રોહીતે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, સોમવારે રાત્રીના જમી પરવારી હુ મારા ઘરે હાજર હતો. તે દરમિયાન છેલ્લા બે-ત્રણ દીવસથી અમારી પાછળ રહેતા દીલીપ પટેલ અમારા ઘર સામે આવીને રોડ ઉપર રાત્રીના તેના મોબાઇલ ઉપર કોઇને ગાળો બોલતા હતા. જેથી મેં તેઓને તમારે જેની સાથે ઝઘડો હોય તેઓને ત્યાં જઈને ગાળો આપો તેમ કહેતા તેઓ ઉશ્કેરાઇ ગયા હતા. અને મને જણાવેલ કે, તું વધારાનું બોલતો નહીં તો તને અને તારા પરીવારને જાનથી મારી નાખીશ. આ દરમિયાન દિલીપ પટેલનો તેનો દીકરાએ હાથમાં મસાલો વાટવાનો દસ્તો મારા માથામાં કપાળની ઉપર મારી દીધો હતો. જેથી મેં લોહી લુહાણ હાલતમાં બુમાબૂમ કરતા આજુ-બાજુથી માણસો ભેગા થઇ ગયેલા અને મારી મમ્મી તથા મારી મોટી બહેન સુનીતા પણ ત્યાં આવી ગયા હતા. ભેગા થયેલા લોકોએ તેના મારમાંથી બચાવ્યો હતો. બનાવ અંગે પ્રજ્ઞેશ રોહિતે હુમલો કરનાર પિતા-પુત્ર સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે મકરપુરા પોલીસે પિતા-પુત્ર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.