ફાજલપુર, રાયકા-દોડકા-ફ્રેન્ચવેલની આસપાસ ભરાઇ ગયેલી માટીની સફાઇ શરૂ, લોકોને પાણી ઓછું મળશે

અંદાજિત 5 લાખ લોકોને દિવાળીના દિવસોમાં પાણીની તકલીફ ભોગવવી પડશે

MailVadodara.com - Fajalpur-Raika-Dodka-Frenchwell-area-cleaning-started-people-will-get-less-water

- ચોમાસાની ઋતુમાં ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી મહીસાગર નદીમાં મોટા જથ્થામાં પાણીની આવક થતાં ફ્રેન્ચવેલની આસપાસ માટી ભરાઇ ગઇ

તાજેતરમાં ચોમાસાની ઋતુ દરમિયાન ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મહીસાગર નદીમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. જેથી ફાજલપુર, રાયકા- દોડકા, ફ્રેન્ચવેલોની આસપાસ નદીમાં વધુ પ્રમાણમાં સિલ્ટિંગ (માટી) ભરાઇ  થયું છે. પરિણામે શહેરની વિવિધ ટાંકી, બુસ્ટરથી અપાતું પાણી ઓછા સમય આપવાનો નિર્ણય લેવાતા શહેરના વિવિધ વિસ્તારના અંદાજિત 5 લાખ લોકોને દિવાળીના દિવસોમાં પાણીની તકલીફ ભોગવવી પડશે.

ઉલ્લેખનીય છે કે, ચોમાસાની ઋતુમાં ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી મહીસાગર નદીમાં મોટા જથ્થામાં પાણીની આવક થઈ છે. જેથી નદીની આસપાસ ફાજલપુર, રાયકા અને દોડકા ફ્રેન્ચવેલોની આસપાસ નદીમાં વધુ પડતું સિલ્ટિંગ થવાના કારણે રાયકા તથા દોડકા ફ્રેન્ચવેલો ખાતેથી પાણી મેળવતી ટાંકીઓ જેવી કે એરપોર્ટ બુસ્ટર, આજવા ટાંકી, ખોડીયાર નગર બુસ્ટર, વારસિયા બુસ્ટર, ગાજરાવાડી ટાંકી, નાલંદા ટાંકી, દરજીપુરા બુસ્ટર, સમા ટાંકી, પૂનમ નગર ટાંકી, કારેલીબાગ ટાંકી, વિહિકલ પુલ બુસ્ટર, સયાજી બાગ ટાંકી, જેલ ટાંકી તથા લાલબાગ ટાંકીના કમાન્ડ વિસ્તારમાં પાણી ઓછા સમય માટે આપવામાં આવશે.

આ ઉપરાંત ફાજલપુર ફ્રેંચવેલ ખાતેથી પાણી મેળવતી ટાંકી જેવી કે, પરશુરામ બુસ્ટર જૂનીગઢી બુસ્ટર, વિહિકલ બુસ્ટર, વારસીયા બુસ્ટર, છાણી ગામ ટાંકી, છાણી જકાતનાકા ટાંકી, દરજીપુરા ટાંકી, સમા-પુનમ નગર ટાંકી, લાલબાગ ટાંકી, સયાજી બાગ ટાંકી તથા બકરાવાડી બુસ્ટરના તમામ વિસ્તારમાં આગામી સમયમાં પાણી વિતરણ વ્યવસ્થામાં અસર થવાની શક્યતાઓ છે. આવા સંજોગોમાં આ ટાંકીઓના કમાન વિસ્તારમાં પણ પાણી ઓછા સમય માટે આપવામાં આવશે. પરિણામે દિવાળીના દિવસોમાં શહેરના વિવિધ વિસ્તારના અંદાજિત 5 લાખ લોકોને અસર થશે.

Share :

Leave a Comments