સ્વીપર મશીન સફાઈ કરતા નથી છતાં પાલિકા રૂ.૨.૨૦ કરોડ ચૂકવશે..!

વિકાસના નામે કૌભાંડની આશંકા...!!

MailVadodara.com - Even-though-the-sweeper-machine-does-not-clean-the-municipality-will-pay-Rs-2-20-crore

- કાગળ પર મશીન સફાઈ કરતું હોવાનું બતાવી કરોડો રૂપિયાનું કથિત કૌભાંડ થતું હોવાની આશંકા...!

- વિકાસના મુદ્દે મુખ્યમંત્રીની ટકોર બાદ પણ જાડી ચામડીના શાસકો સુધરવા તૈયાર નથી..?

વડોદરામાં રોડની સફાઈ કરવા ખરીદેલા રોડ સ્વીપર મશીન સફાઈ કરતા નથી. આમછતા રોડ સ્વીપર ચલાવી દર વર્ષે કરોડો રૂપિયા ચૂકવાય છે. તાજેરતમાં સ્થાયી સમિતિ સમક્ષ પાંચ સ્વીપર મશીનના કોન્ટ્રાક્ટ માટે રૂ.૨.૨૦ કરોડ નો કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત મંજૂરી માટે મુકવામાં આવી છે.

- સ્વીપર મશીન સડકની માટી ખેંચવાને બદલે માટી ઉડાડે છે..!

         વડોદરા શહેર વિકાસમાં પાછળ કેમ છે એ પ્રશ્ન વડોદરા વાસીઓ બાદ મુખ્યમંત્રી પણ પૂછી ચુક્યા છે. મુખ્યમંત્રીના આ પ્રશ્નના જવાબમાં ઘણા બધા કારણો વડોદરાનો વિકાસ રૂંધી રહ્યા છે. આવા કારણો પૈકી નું એક કારણ એ પણ છે કે નબળું સુપરવિઝન.  અધિકારીઓના નબળા સુપરવિઝનના પાપે કરોડો રૂપિયા વેડફાય છે. જો કે જાડી ચામડીના શાસકો પણ ધૂતરાષ્ટ્ર બની આંખ આડા કાન કરે છે. લોકશાભની ચૂંટણી પહેલા અચાનક એક્ટિવ થયેલા શાસકો ઉપરા છાપરી કામો મંજુર કરી રહ્યા છે. તાજેતરમાં મિકેનિકલ વિભાગ તરફથી આવેલી એક દરખાસ્ત કથિત કૌભાંડ તરફ ઈશારો કરી રહી છે. આ દરખાસ્તમાં પાલિકાએ ખરીદેલા રૂ.૮૦ લાખના એક એવા દશ સ્વીપર મશીનો પૈકી પાંચ મશીનોનો ચલાવવાનો વાર્ષિક કોન્ટ્રાકટ રૂ. ઓમ સ્વચ્છતા કોર્પોરેશનને રૂ. ૨.૨૦ કરોડ ચૂકવી આપવાની મંજૂરી માંગવામાં આવી છે.  આ કોન્ટ્રાકટમાં પાલિકા કોન્ટ્રાકટરને ૭ ટકા વધુ ચૂકવશે. જો કે આ કોન્ટ્રાક્ટમાં જણાવ્યા મુજબ સફાઈ થાય છે કે નહીં એ જાણવું જરૂરી છે.

- સ્વીપર મશીન કચરો માત્ર આગળ ઢશડે છે અને મજૂરો પાવડાથી ભરી કચરો મશીનમાં નાંખે છે

સ્વીપર મશીનોથી સફાઈ થતી હોય એવુ ક્યાંય જોવા મળતું નથી. સ્વીપર મશીન રોડ પર ફરે છે ખરા પરંતુ માત્ર કચરો આગળ ઢશડે છે અને સ્વીપર મશીનમાં બેસેલા મજૂરો ઢગલો થયેલો કચરો પાવડાથી ભરી  મશીનમાં નાંખે છે. રૂ. ૮૦ લાખ નું મશીન ઓટોમેટિક મશીન છે. આમ છતાં કચરો મશીનમાં ખેંચવાને બદલે મશીન કચરો ઉડાડે છે અને કચરો ભરવા મજૂરો રાખવા પડે તો કોન્ટ્રાક્ટ આપવાનો મતલબ ખરો..? શું શાસકો આ બાબતથી અજાણ છે ? શું આ કથિત કૌભાંડ ના કહેવાય ? કોન્ટ્રાક્ટ આપતાં પહેલા શાસકોએ એકવાર સ્વીપર મશીનની ગુપ્ત રાહે તપાસ ના કરવી જોઈએ ? છેલ્લા ઘણા સમયથી આ જ પરિસ્થિતિ છે તો શું અધિકારીઓ જાણી જોઈને આંખ આડા કાન કરે છે ?

મુખ્યમંત્રીની ટકોરની  શાશકો પર શું કોઈ અસર નથી થઈ ?

Share :

Leave a Comments