માનવસર્જિત બોટકાંડ ને છ માસ બાદ પણ ન્યાય માટે વલખા મારતા વાલીઓ ..!

થોડી ઘણી શરમ બચી હોય તો જવાબદારી સ્વીકારો..!

MailVadodara.com - Even-after-six-months-of-the-man-made-boat-accident-the-parents-are-fighting-for-justice

- ભાજપના કાઉન્સિલર આશિષ જોષીએ લખેલો પત્ર કચરાના ડબ્બામાં નાખ્યો હતો ?

- અધિકારીઓ સામે કાર્યવાહી કરવા તાત્કાલિક સભા ના બોલાવી શકાય ?

- આખા શહેરને ખબર પડી ગઈ કે કોના પાપે બોટકાંડ થયો, પરંતુ શાસકોને સમજતા છ મહિના લાગ્યા..?

વડોદરા શહેરના શાશકો માટે કલંક રૂપ બોટકાંડ ને આજે છ મહિના પુરા થયા છે. જો કે હજી બાળકોના વાલીઓ ન્યાય માટે રાહ જોઈ રહ્યા છે.

        સમગ્ર રાજ્યને હચમચાવી દેનારા માનવસર્જિત બોટકાંડમાં શાશકો બાળકોના વાલીઓને ન્યાય આપવવામાં નિષ્ફ્ળ રહ્યા છે. હરણી સ્થિત મોટનાથ તળાવમાં ગત ૧૮ જાન્યુઆરી એ માનવસર્જિત બોટકાંડ માં ૧૨ બાળકો અને બે શિક્ષિકાઓએ જીવ ગુમાવ્યો હતો. ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડવાના કારણે બોટ ઉંધી વળી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી પ્રકાશમાં આવી હતી. તપાસ આગળ ધપતા શાશકો અને અધિકારીઓની મીલીભગત બોટકાંડ માટે જવાબદાર હોવાનું પ્રસ્થાપિત થઈ રહ્યું હતું. તપાસના નામે ચાલતા ડીંડકમાં મોટા માથા બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. છેવટે નામદાર અદાલતે કડક વલણ દાખવતા શાશકો મજબુર થયા અને મોટા અધિકારીઓ સામે કાર્યવાહી કરવા દરખાસ્ત લાવ્યા. આ અધિકારીઓમાં રાજેશ ચૌહાણનું પણ નામ છે. આ એ જ રાજેશ ચૌહાણ છે જે ક્રાઇમ બ્રાન્ચના ચોપડે બોટકાંડના ફરિયાદી છે.   બનાવ બાદ આખા શહેરને ખબર પડી ગઈ હતી કે ક્યાં નેતા અને ક્યાં અધિકારીની બોટ કોન્ટ્રાક્ટમાં શું ભૂમિકા રહી હતી. ભાજપના કાઉન્સિલર આશિષ જોષીએ બનાવ બાદ પત્ર લખ્યો હતો જેમાં તત્કાલીન કમિશનરને જવાબદાર ઠેરવવાની માંગ કરી હતી. તો શું શાસકોના હાથ ધ્રુજતા હતા એટલે આશિષ જોશીનો પત્ર કચરાના ડબ્બામાં નાંખી દીધો ? નવાઈ ની વાત એ છે કે આટલા ગંભીર બનાવમાં અદાલતના કડક આદેશ બાદ પણ શાશકો ગંભીર નથી. અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટે સભા ની રાહ જોઈ રહ્યા છે. સભા માં જ નક્કી કરવાનું હોય તો અદાલતના આદેશ બાદ તુરંત ખાસ સભા ના બોલાવી શકાય ? માની લો કે સભા મુલત્વી રહી તો શું બીજી તારીખ પડશે ? આમ નિર્દોષ બાળકોનો ભોગ લેનાર બોટકાંડમાં વાલીઓને ન્યાય અપાવવામાં પાલિકાના શાસકોની ઈચ્છા શક્તિ ચર્ચા નો વિષય બન્યો છે.

Share :

Leave a Comments