શિવરાત્રીના ચાર માસ બાદ પણ સુરસાગરમા રંગોળીની તાસકમાં ગંદકીના અંબાર..!!

સ્વચ્છતાના નામે સસ્તી પ્રસિદ્ધિ મેળવતા શાસકો...!

MailVadodara.com - Even-after-four-months-of-Shivratri-there-is-heaps-of-dirt-in-Sursagar-under-Rangoli

- ઐતિહાસિક સુરસાગર તળાવની સુંદરતા માટે રૂ. ૩૨ કરોડ ખર્ચ્યા બાદ જાળવણીમા તંત્ર નિષ્ફળ

- શિવોત્સવ સમયે તાસકમાં પાડેલી ક્લાત્મક રંગોળીના સ્થાને આજે ગંદકી અને મૃત માછલીઓ તંત્ર ની ઘોર બેદરકારીનો બોલતો પુરાવો..!


વડોદરા શહેરના શાસકો સ્વચ્છતાના નામે પ્રસિદ્ધ લેવાનું ચુકતા નથી. જો કે શહેરના મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાં શિવરાત્રીના દિવસે બનાવેલા રંગોળીના તાસકમા ગંદકી સ્પષ્ટ નજરે પડે છે પરંતુ શાસકોને આ બાબત ધ્યાને આવતી નથી.


       વડોદરા શહેરના વિકાસના આડે શાશકોની અણ આવડત ગ્રહણ બની રહી છે. તાજેતરમાં શહેરમાં સ્વચ્છતા ના નામે શાસકો ઠેર-ઠેર  સફાઈ કરતા હોય એવા ફોટા પડાવી પ્રસિદ્ધિ મેળવી હતી. જો કે શહેરના એવા કેટલાય વિસ્તારો છે જ્યાં સફાઈ યોગ્ય રીતે થતી નથી. ગંદકીના અંબાર શાસકો અને અધિકારીઓની આવડત ની પોલ ખોલે છે ત્યારે શહેરની મધ્યમાં આવેલા ઐતિહાસિક સુર સાગર તળાવમાં ગંદકી જોવા મળે છે. શિવરાત્રીની ભવ્ય ઉજવણી બાદ પાલિકાના અધિકારીઓ અને શાસકો સુરસાગર ને ભૂલી ગયા. શિવરાત્રી નિમિતે શિવોત્સવની ઉજવણીના ભાગરૂપે તળાવમાં મોટા મોટા તાસકમાં ક્લાત્મક રંગોળી પાડવામાં આવી હતી. શિવરાત્રી ની ઉજવણી બાદ આ તાસક આજે પણ એવા ને એવા છે. તાસકની રંગોળીમા પાણી ભેગું થઈ ગયું છે. તાસકમાં માછલીઓ આવી જતાં  મૃત હાલતમાં પડી છે. પરિસ્થિતિ એવી છે કે નરી આંખે ગંદકી દેખાઈ રહી છે અને દુર્ગંધ આવી રહી છે. જો કે અહીં થી પસાર થતા કાઉન્સિલરો કે પાલિકાના અધિકારીઓને આવી દુર્દશા નજરે પડતી નથી. કોંગ્રેસના પાલિકામાં વિરોધ પક્ષના નેતા આ પરિસ્થિતિ ઘોર બેદરકારી નું પરિણામ ગણાવી રહ્યા છે.


પાલિકાના આવા બેદરકારી ભર્યા વલણ ને કારણે શહેરનો વિકાસ માત્ર અને માત્ર કાગળ પૂરતો જ થાય છે.

Share :

Leave a Comments