કરોડોના ખર્ચે બનેલા સ્માર્ટ રોડ પર ડ્રેનેજના ઢાંકણા જોખમી..!

શાંઘાઈ તો ઠીક સ્માર્ટ સીટી ક્યારે બનશે..?

MailVadodara.com - Drainage-covers-dangerous-on-the-smart-road-built-at-the-cost-of-crores

- ૨૦૦૫ માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરાને શાંઘાઈ બનાવવાનું સપનું જોયું હતું


વડોદરા શહેરમાં સ્માર્ટ સીટી ના નામે કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા પરંતુ સ્માર્ટ સીટી નું સપનું પૂરું થયું નથી.

  હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૦૫ માં વડોદરાને શાંઘાઈ બનાવવાનું સપનું જોયું હતું. આજે એ વાત ને ૧૯ વર્ષ થઈ ગયા છે. જો કે વડોદરા શાંઘાઈ તો દૂર સુરત અને અમદાવાદની સરખામણીમાં જોજનો દૂર છે, અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ વડોદરાના વિકાસ અંગે સવાલો કરી ચુક્યા છે. વડોદરા ના દશ રોડ સ્માર્ટ સીટી અંતર્ગત ડેવલોપ કરવામાં આવ્યા છે. જેમાં બીપીસી રોડ નો પણ સમાવેશ થાય છે. કરોડો ના ખર્ચે બનેલા રોડ પર ડ્રેનેજના ઢાકણા જુના જમાના ની લોખંડની જાળીના છે. રોડ પર ડ્રેનેજની જાળી તૂટી ગઈ છે પરંતુ પાલિકાની જાડી ચામડીના અધિકારીઓને જાળી બદલવાની ફુરસત નથી. અધિકારીઓના નબળા સુપરવવીઝનના પાપે અકસ્માતનો ભય રહે છે. કલ્પના કરો કે સ્માર્ટ રોડ ની આ પરિસ્થિતિ છે તો અન્ય રોડની દશા કેવી હશે ? પાલિકાના નમાલા શાસકો અને નબળા તંત્રના પાપે વડોદરાવાસીઓ માટે શાંઘાઈ તો ઠીક સ્માર્ટ સીટી બનવાનું પણ સપનું પણ ક્યારેય પૂરું થાય એવુ દૂર દૂર સુધી લાગતું નથી...


Share :

Leave a Comments