ગેંડા સર્કલ પાસેના સેન્ટર સ્ક્વેર મોલમાં ત્રીજા માળે છતનો POPનો પોપડો તૂટી પડ્યો, લોકોમાં ફફડાટ

વૈભવી મોલોમાં પણ લોકોએ સાવચેતી રાખવાની જરૂર હોય તેવો કિસ્સો બન્યો

MailVadodara.com - Crust-of-POP-ceiling-on-third-floor-in-Center-Square-Mall-near-Genda-Circle-collapses-people-flurry

- બાર્બીક્યું ગ્રીલ પાસે POPનો ભાગ તૂટી પડતા અવાજથી દુકાનોના સંચાલકો અને કર્મચારીઓ પણ દુકાનની બહાર દોડી આવ્યા હતા


વડોદરામાં વરસાદને કારણે મકાન ધરાશાયી થવા, સ્લેબ તૂટી પડવા સહિતના અનેક બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે ગત મોડી સાંજે ગેંડા સર્કલ પાસે આવેલા વૈભવી મોલના ત્રીજા માળેથી POPનું મોટું પોપડું તૂટી પડતા હાજર લોકોમાં ફફડાટ ફેલાયો હતો. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી.

મળેલી માહિતી પ્રમાણે, ગત મોડી સાંજે વડોદરા શહેરના ગેંડા સર્કલ પાસે આવેલા સેન્ટર સ્ક્વેર મોલમાં ત્રીજા માળની છતમાંથી POPનો મોટો પોપડો ખરીને નીચે પડતા હાજર સૌ કોઈમાં ફફડાટ ફેલાયો હતો. વડોદરા નગરી ઉત્સવપ્રિય નગરી છે અને લોકો તમામ બાબતોમાં રસિક છે. શહેરમાં આવેલા વિવિધ મોલમાં દરરોજ લોકો શોપિંગ, ગેમ પાર્લર તથા ખાણીપીણીની મિજબાની માણવા જતા હોય છે. ત્યારે આવા લોકોએ સાવચેતી રાખવાની જરૂર પડી છે.


વૈભવી ગણાતા સેન્ટર સ્ક્વેરમાં ત્રીજા માળે બાર્બીક્યું ગ્રીલ પાસે POPનો ભાગ તૂટી પડ્યો હતો. સદનસીબે આ ઘટના વખતે નીચે હાજર કોઈ નહીં હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. હાલ તો ફાયર સેફ્ટી સહિતના મામલે વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાં ઠેર ઠેર કાર્યવાહી હાથ ધરવામા આવી છે. જ્યાં નીતિ નિયમોનો ભંગ જણાય આવે ત્યાં સીલ મારવા સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આવા વૈભવી મોલમાં આ ઘટનાને લઈ તંત્રની કાર્યવાહી સામે પણ સવાલો ઉઠ્યા છે.


ઉલ્લેખનીય છે કે, મોલના ત્રીજા માળની છત ઉપર કરવામાં આવેલા POPનો પોપડો તૂટીને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પડતા શોપિંગ કરવા આવેલા લોકો અવાજ સાંભળી સ્તબ્ધ થઈ ગયા હતા. સાથે મોલમાં આવેલી દુકાનોના સંચાલકો અને કર્મચારીઓ પણ અવાજ સાંભળી દુકાનની બહાર દોડી આવ્યા હતા. જોકે, જાનહાનિ ટળતા હાશકારો અનુભવ્યો હતો.


Share :

Leave a Comments