સિનિયર વકીલે ઓળખાણ આપતાં સંવેદનશીલ પોલીસ મથકના ફોજદાર પાણી-પાણી થઈ ગયા..!!

જામીનપાત્ર ગુન્હામાં વર્દીનો સોટ્ટો પાડતા ફોજદારને

MailVadodara.com - Criminals-of-the-sensitive-police-station-were-shocked-when-the-senior-lawyer-introduced-them

- જામીનપાત્ર ગુન્હામાં ફોજદારે સિનિયર વકીલને સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી પાડવાની ધમકી આપી હતી..!!

- સિનિયર વકીલે કહ્યું, સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી માટે મારું નામ લખો... નામ સાંભળતા જ ફોજદારનો સત્તા નો નશો ઉતરી ગયો હતો..!!


શહેરના એક સંવેદનશીલ પોલીસ મથકના ફોજદારે સિનિયર વકીલ સાથે ઉદ્ધત વર્તન કર્યા બાદ નીચું જોવાનો વારો આવ્યો હતો.

શહેર પોલીસ વિભાગના જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા ફોજદારો પૈકી કેટલાક ફોજદારો બેફામ બની રહ્યા છે. આવા  ફોજદારોના તુંડમીજાજી વર્તન માટે તેમના ઉપરી અધિકારીનું નબળું સુપરવિઝન જવાબદાર રહે છે. 

એક સંવેદનશીલ પોલીસ મથકના એક ફોજદારે એક સિનિયર વકીલ સાથે ઉદ્ધત વર્તન કર્યું હતું. બન્યું એવું જે એક નામાંકિત અને જાંબાઝ સિનિયર વકીલ ના અસીલ સામે જામીનપાત્ર ગુન્હો નોંધાયેલો હતો. અસીલ ની ધરપકડ બાદ સિનિયર વકીલના જુનિયર અસીલને જામીન પર મુક્ત કરાવવા પોલીસ મથકે ગયા હતા. જો કે પોલીસે ગણતરીના કલાકોમાં જામીન મુક્ત કરવાની ના પાડી દીધી હતી. 

જામીનપાત્ર ગુન્હામાં પોલીસે જામીન કરવાની ના પાડતા સિનિયર વકીલ પોતે પોલીસ મથકે દોડી આવ્યા હતા. સિનિયર વકીલ ફોજદારને મળ્યા હતા અને હકીકત થી વાકેફ કર્યા હતા. જો કે ફોજદારે સિનિયર વકીલ ની રજુઆત સાચી હોવા છતાં સત્તાના નશામાં તેમની સાથે ઉદ્ધત ભાષામાં વાત કરી હતી. આટલે થી નહીં અટકતા ફોજદારે સિનિયર વકીલને દમ મારતા ધમકાવતા કહ્યું હતું કે, મિસ્ટર વધારે મગજમારી કરી તો સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરીશ.

સિનિયર વકીલે ફોજદારને જણાવ્યું હતું કે, તમારે સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરવા મારું નામ અને સરનામું જોઈશે, એટલે મારું નામ..... છે અને મારું સરનામું...... છે. સિનિયર વકીલનું નામ સાંભળતા જ ફોજદાર પાણી-પાણી થઈ ગયા હતા. પરિસ્થિતિ પામી જતાં ફોજદારે પોતાના વર્તન માટે ખેદ વ્યક્ત કર્યો હતો કામના ભારણને કારણે આવું વર્તન થતું હોવાનું સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. સિનિયર વકીલે સજ્જનતા દાખવી પોલિસ મથકના ફોજદાર વિરુદ્ધ તેમના ઉપરી અધિકારીને ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.

    અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ વિભાગમા ફરજ બજાવતા કેટલાક ફોજદારો સત્તા નો દુરુપયોગ કરવા ટેવાઈ ગયા છે. સત્તા ના નશામાં બેફામ બનતા ફોજદારો પાછળ તેમના ઉપરી અધિકારીઓના આંખ આડા કાન જવાબદાર હોય છે.

Share :

Leave a Comments