સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરનાર 3 નરાધમો સહિત 5 આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા

ભાયલી વિસ્તારમાં 16 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી

MailVadodara.com - Crime-Branch-nabs-5-accused-including-3-Naradhams-for-gang-rape-of-minors

- આ 5 આરોપીઓ પૈકી 3 ઉત્તરપ્રદેશના વિધર્મી હોવાનું સામે આવ્યું, હાલ આરોપીઓને મેડિકલ ચેકઅપ માટે સયાજી હોસ્પિટલ લઈ જવાયા છે

- આરોપીઓ ઘણાં સમયથી તાંદલજા વિસ્તારમાં રહેતા હોવાનું અને પીઓપી કરવાના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું પણ જાણવા મળ્યું


નવરાત્રિના બીજા નોરતે સગીરા પર ગેંગરેપ કરનાર નરાધમોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા છે. 5 આરોપીઓ પૈકી 3 ઉત્તરપ્રદેશના વિધર્મી હોવાનું સામે આવ્યું છે. ગરબા રમવા નીકળેલી 16 વર્ષની સગીરા તેના મિત્ર સાથે વડોદરાના ભાયલી-બીલ રોડ વિસ્તારમાં બેઠી હતી. ત્યારે 3 નરાધમોએ તેના મિત્રને ગોંધી સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.


વડોદરા તાલુકા પોલીસ મથકથી અઢી કિલોમીટર દૂર ભાયલી-બીલ રોડ વિસ્તારમાં નવરાત્રિના બીજા નોરતે એટલે કે 4 ઓક્ટોબરના રાત્રે 11.30 વાગ્યાના સુમારે સૂમસામ અંધકારમય રોડ ઉપર ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષની સગીરા અને તેનો 16 વર્ષનો મિત્ર બેસવા માટે ગયાં હતાં અને રાત્રે 12થી 1 વાગ્યાના સુમારે શરમજનક ગેંગરેપની ઘટના બની હતી. સગીરા અને તેનો મિત્ર પશ્ચિમ વિસ્તારને રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાઇ હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરનાર ૩ નરાધમો સહિત 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ 5 આરોપીઓ પૈકી 3 ઉત્તરપ્રદેશના વિધર્મી હોવાનું સામે આવ્યું છે. હાલ આરોપીઓને મેડિકલ ચેકઅપ માટે સયાજી હોસ્પિટલ લઈ જવાયા છે. મેડિકલ ચેકઅપ બાદ પોલીસ આરોપીઓને બતાવાશે. એક આરોપીને સ્ટ્રેચર પર લઈ જવાયો છે. કુલ ત્રણ આરોપીઓને મેડિકલ માટે સયાજી હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. તો બીજી તરફ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંમ્હા કોમર ક્રાઈમ બ્રાન્ચ કચેરી ખાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ થોડીવારમાં પત્રકાર પરિષદ યોજશે.


આરોપીઓ લઘુમતી વસતી ધરાવતાં તાંદલજા વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે. ત્રણ નરાધમો સહિત તમામ પાંચ આરોપીઓને ઝડપી લેવાયા છે. ઝડપાયેલા આરોપીઓમાંથી દુષ્કર્મ આચરનાર ત્રણ આરોપી વિધર્મી હોવાનું સામે આવ્યું છે. અને આ વિધર્મીઓ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી છે. તેઓ ઘણાં સમયથી તાંદલજા વિસ્તારમાં રહે છે. લઘુમતી વસતી ધરાવતો તાંદલજા વિસ્તાર ભાયલીથી અંદાજે ત્રણથી સાડા કિલોમીટરના અંતરે છે.


જિલ્લા પોલીસ વડા રોહન આનંદે જણાવ્યું હતું કે, હાલ પોલીસ તંત્ર દ્વારા આરોપીઓને વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે. વેરીફાઈ થઇ ગયા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આરોપીઓ POP કરવાના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ભાયલી-બીલ રોડ ઉપર જ્યાં દુષ્કર્મની ઘટના બની હતી. ત્યાં નજીકમાં રોડના ડિવાઇડર ઉપર અગાઉથી 5 યુવાનો દારૂની મહેફિલ માણતા હતા. આ 5 યુવાનોએ ડિવાઇડર ઉપર બેસી વાતો કરી રહેલી સગીરા અને તેના મિત્રને જોયા હતાં. 5 યુવાનો પૈકી 2 યુવાનો બાઇક લઇ જતા રહ્યા હતા. જ્યારે નશામાં ચૂર ત્રણ યુવાનો સગીરા અને તેના મિત્ર પાસે પહોંચી ગયા હતા અને અભદ્ર વર્તન કર્યું હતું. આ દરમિયાન એક યુવાને સગીરાના મિત્રને પકડી રાખ્યો હતો અને બાકીના બે યુવાનો સગીરાને નજીકમાં ખેંચી જઇ દુષ્કર્મ આચર્યું હતું. પછી આ લોકો ત્યાંથી નીકળી ગયા હતા. બાદમાં પીડિતાએ પોતાની જાતને સંભાળીને મિત્ર સાથે જાણ કરતાં પોલીસે પહોંચી ઘટનાસ્થળને કોર્ડન કરી લીધું હતું. સ્થળ પરથી ઘણા બધા પુરાવા મળ્યા હતા.

Share :

Leave a Comments