વડોદરા સેન્ટ્રલ જેલમાંથી 10 દિવસના પેરોલ પર મુક્ત થયેલા પાકા કામના બે કેદીઓ ફરાર થઇ જતાં ફરિયાદ

રાવપુરા પોલીસે ફરિયાદના આધારે બંને કેદીની શોધખોળ શરૂ કરી

MailVadodara.com - Complaint-filed-after-two-convicts-escaped-from-Vadodara-Central-Jail-on-10-days-parole

- હત્યાના ગુનામાં આજીવન કેદની સજા કાપી રહેલા પાકા કામનો કેદી અને અપહરણ અને લૂંટના ગુનામાં 3 વર્ષની સજા કાપી રહેલો પાકા કામનો કેદી પેરોલ જમ્પ કરીને ફરાર

વડોદરા સેન્ટ્રલ જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા કાપી રહેલા પાકા કામનો કેદી પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયો છે. આ મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત અપહરણ અને લૂંટના ગુનામાં 3 વર્ષની સજા કાપી રહેલો પાકા કામનો કેદી પણ પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયો છે. આ અંગે પણ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

વડોદરા સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા કાપતા રમેશ ઉર્ફે પુઇપુઇ પ્રહલાદભાઇ વસાવાના 10 દિવસના પેરોલ મંજૂર થયા હતા. અને તે પેરોલ પર મુક્ત થયો હતો. જો કે, પેરોલ પૂર્ણ કરીને કેદી રમેશ વસાવાએ 30 માર્ચના રોજ વડોદરા સેન્ટ્રલ જેલમાં હાજર થવાનું હતું. જો કે, તે હાજર થયો નહોતો અને પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયો હતો. જેથી આ મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને રાવપુરા પોલીસે કેદીની શોધખોળ શરૂ કરી છે.

વડોદરા સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા કાપતા રોશન ઉર્ફે નાનાભાઇ નટવરભાઇ ચૌહાણ 10 દિવસના પેરોલ મંજૂર થયા હતા. અને તે પેરોલ પર મુક્ત થયો હતો. જો કે, પેરોલ પૂર્ણ કરીને કેદી રોશન ચૌહાણને 30 માર્ચના રોજ વડોદરા સેન્ટ્રલ જેલમાં હાજર થવાનું હતું. જો કે, તે હાજર થયો નહોતો અને પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયો હતો. જેથી આ મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને રાવપુરા પોલીસે કેદીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Share :

Leave a Comments