દીકરીને મેડિકલમાં એડમિશન અપાવવાનું કહી ડોકટર પાસેથી 80 લાખ પડાવી લેનાર 3 લોકો સામે ફરિયાદ

માંજલપુરની નંદીગ્રામ સોસાયટીમાં રહેતા ડો. રાજેશ મારકંડ રાણેએ પોલીસ ફરિયાદ નોંધાવી

MailVadodara.com - Complaint-against-3-people-who-took-80-lakhs-from-doctor-asking-to-get-admission-of-daughter-in-medical

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના તબીબની પુત્રીને પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ કોર્ષમાં એડમિશન અપાવવાાનું કહીને ડોકટર પાસેથી 80 લાખ રૂપિયા પડાવી લીધા હતા. પરંતુ એડમિશન નહી કરાવી આપીને છેતરપિંડી આચરી હતી. જેથી ડોક્ટરે ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

માંજલપુર વિસ્તારની આવેલી નંદીગ્રામ સોસાયટીમાં રહેતા ડો. રાજેશ મારકંડ રાણેએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, શુભાંગીનીબેન સંપત અને સિધ્ધાર્થભાઇ ગેહલોત તથા તારાસીંગએ મારી દિકરીના પોસ્ટ ગ્રેજયુએટ મેડીકલ કોર્ષમાં લીગલ રીતે એડમીશન અપાવવાનો ભરોસો આપી તેની ફી પેટે મારી પાસેથી રોકડેથી તથા આંગડીયા પેઢી મારફતે તથા આર.ટી.જી.એસ.થી રૂ.80 લાખની રકમ મેળવી લીધી હતી.

મારી દિકરીનું પોસ્ટ ગ્રેજયુએટ મેડીકલ કોર્ષમાં એડમીશન અપાવી શકે તેમ ન હોવા છતા અમને પોસ્ટ ગ્રેજયુએટ મેડીકલ કોર્ષમાં એડમીશન નહીં અપાવી અમારી સાથે છેતરપીંડી આચરી હતી. પરંતુ એડમીશન નહી અપાવતા મે રૂપિયાની વારંવાર માગણી કરી હતી. પરંતુ મેડિકલમાં એડમીશન પણ કરાવ્યું નહતું અને ચૂકવેલા રૂપિયા આપતા ન હતા. જેથી પોલીસે તબીબની ફરિયાદના આધારે ગુનો દાખલ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments