વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ અને બફારા વચ્ચે શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો

હવામાન વિભાગ દ્વારા તારીખ 12મી સપ્ટેબરથી વરસાદની આગાહી!

MailVadodara.com - Cloudy-weather-and-rain-in-some-parts-of-the-city-since-early-morning


વડોદરા શહેરમાં ગત તા. 26 થી 29 ઓગસ્ટના રોજ પૂર બાદ વચ્ચે વચ્ચે એકાદ બે દિવસ હળવા વરસાદી ઝાપટાં બાદ અચાનક મેઘરાજાએ વિરામ લીધો હતો. જો કે હવામાન વિભાગ દ્વારા ગણેશચતુર્થી થી તા. 9 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની આગાહી કરી હતી ત્યારબાદ 11 અને 12 સપ્ટેમ્બર ત્યારબાદ તા. 15 થી 19 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આજે બપોરે એક વાગ્યાની આસપાસ અચાનક વરસાદ વરસ્યો હતો. 


જો કે ગતરોજથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા લોકો અસહ્ય ઉકળાટનો અનુભવ કરી રહ્યાં હતાં ત્યારે આજે બપોરે એક વાગ્યાની આસપાસ હળવો વરસાદ શરૂ થયો હતો. જો કે ઘણાં વિસ્તારો વરસાદથી વંચિત પણ જણાયા હતા.


Share :

Leave a Comments