વડોદરામાં વૃંદાવન ચાર રસ્તાથી હાઇવે સુધી રસ્તાની બંને બાજુના દબાણોનો સફાયો

ટ્રાફિકને અડચણરૂપ વેપાર ધંધો કરનારા સામે દબાણ શાખાની લાલ આંખ

MailVadodara.com - Clearing-of-pressures-on-both-sides-of-the-road-from-Vrindavan-Char-Road-to-Highway-in-Vadodara

- દબાણ શાખાએ એકાદ ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો

વડોદરા શહેરની મધ્યમાં આવેલા અને ચહલપહલ વાળા ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં આડેધડ ફુલના ઢગલા કરીને વાહન વ્યવહાર સહિત ટ્રાફિકને અડચણરૂપ વેપાર ધંધો કરનારા સામે દબાણ શાખાએ લાલ આંખ કરીને વહેલી સવારે અનેક વેપારીઓના ફૂલના થેલા-ઢગલા કબજે કર્યા છે. ફૂલના વેપારીઓને વારંવાર ચીમકી આપવા છતાં પણ પરિસ્થિતિ જૈસે થે રહેતા આ સમસ્યા માથાના દુખાવારૂપ બની છે. 


આવી જ રીતે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વૃંદાવન ચાર રસ્તાથી હાઇવે સુધીના રસ્તે રોડ રસ્તાની બંને બાજુએ કાચા-પાકા હંગામી દબાણો કરીને વેપાર ધંધો કરનાર ટ્રાફિક અને વાહન વ્યવહારને સમસ્યા રૂપ બને છે. પરિણામે વારંવાર તકરાર અને મારામારીના અવારનવાર દ્રશ્યો પણ બનતા રહે છે. આ અંગે પાલિકા તંત્રને વારંવાર ફરિયાદો મળી હતી.


આ દરમિયાન આજે વહેલી સવારથી જ વૃંદાવન ચાર રસ્તા થી હાઇવે સુધીના રોડ રસ્તાની બંને બાજુ કાચા પાકા દબાણો અને દુકાનદારોએ બનાવેલા શેડ સહિતના તમામ દબાણો પાલિકાની દબાણ શાખા એ દૂર કરીને એકાદ ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો.

Share :

Leave a Comments