રણોલી GACL નજીક પેટ્રોલ પંપની ઓફિસમાં તિજોરીમાં મુકેલા રોકડા રૂપિયા 51 હજારની ચોરી

બે શિફ્ટમાં આવેલી રોકડ રકમ સુપરવાઇઝરે તિજોરીમાં મૂકી હતી

MailVadodara.com - Cash-of-Rs-51-thousand-was-stolen-from-the-safe-in-petrol-pump-office-near-Ranoli-GACL

વડોદરા નજીક રણોલી જી.એ.સી.એલ પાસે આવેલા પેટ્રોલ પંપની ઓફિસમાં તિજોરીમાં મુકેલા રોકડા 51 હજારની ચોરી થઈ હતી. બે શિફ્ટમાં આવેલી રોકડ રકમ સુપરવાઇઝરે તિજોરીમાં મૂકી હતી. જેની જવાહરનગર પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 શહેરના નટુભાઈ સર્કલ પાસે વિસેંજા રેસીડેન્સી રહેતા વિજય સુરેશ ગાંગડીયા ફરિયાદ નોંધાવી છે કે, રણોલી જી.એ.સી.એલ પાસે શ્રીજી એન્ટરપ્રાઇઝના નામના જીઓ બી.પી.ના પેટ્રોલપંપ પર ઓપરેટરશીપ ધરાવું છું. પેટ્રોલપંપ ત્રણ શીપ્ટમાં ઓપરેટ કરવામાં આવે છે. ગત 11 જાન્યુઆરીના રોજ સાંજના આશરે ચારેક વાગ્યાના સુમારે હું રણોલી ખાતે આવેલ અમારા પેટ્રોપ પંપ ખાતે આવી સાંજના આશરે છએક વાગ્યાના સુમારે મારા ઘરે જવા માટે નીકળી ગયો હતો. દરમિયાન બે શિફ્ટમાં આવેલી પંપની રોકડ રકમ રૂપિયા 51,145 અમારા સુપરવાઇઝર હેંગીરભાઇ મકવાણાએ ઓફીસના કેશરૂમમાં તિજોરીમાં મુકેલા હતા. ત્યાર બાદ તેઓ તેમની શિફ્ટ પૂર્ણ થતા તેમના ઘરે જતા રહ્યા હતા.

રાત્રીના સમય દરમ્યાન સુપરવાઇઝર દર્શન જાદવ તથા અન્ય કર્મચારીઓ નોકરી પર હતા. બીજા દિવસે  સવારના સમયે પંપના સુપરવાઇઝર અજુભાઈ નાનુભાઈ સાટીયા કેશીયરને રોકડ રકમ તથા કેસ કાગળો આપવા માટે  કેશરૂમ ખાતે ગયા હતા. ત્યાં જઈને તેમને જોયુ તો રોકડ રકમની તિજોરી ખુલ્લી હાલતમાં હતી જેનું જાણ અમને કરતા હું પંપ ખાતે આવ્યો હતો કેશરૂમની રોકડ રકમની તિજોરી ખુલ્લી તેમાં રોકડ રકમ રૂ.51,145 ચોરી થયા હોવાનું માલુમ પડ્યું હતું. જવાહર નગર પોલીસે ગુનો નોંધી તસ્કરોની શોધ ખોળ હાથ ધરી છે.

Share :

Leave a Comments