જેટકોની બહાર સતત બીજા દિવસે ઉમેદવારોના ધરણાં, યુવરાજસિંહે કહ્યું, 48 કલાકમાં સત્તાવાર જાહેરાત નહીં થાય તો ઉગ્ર આંદોલન કરીશું

યુવરાજસિંહ સહિત 17 ઉમેદવાર જેટકોના MDને મળીને બહાર આવ્યા; બે કલાકની બેઠક બાદ માત્ર હૈયાધારણા મળી

MailVadodara.com - Candidates-protest-outside-Jetko-for-second-day-in-a-row-Yuvraj-Singh-said-if-official-announcement-is-not-made-in-48-hours-we-will-stage-a-fierce-agitation

- યુવરાજસિંહ સહિત 17 ઉમેદવાર જેટકોના MDને મળીને બહાર આવ્યા; બે કલાકની બેઠક બાદ માત્ર હૈયાધારણા મળી

- જેટકોના એમ.ડી.એ હૈયાધારણા આપી છે કે, 1224 ઉમેદવારોના પોલ ટેસ્ટ લેવા માટે વિચારણા કરશે


તાજેતરમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (જેટકો) દ્વારા વિદ્યુત સહાયક (ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ)ની ભરતી પ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરવામાં આવી હતી. જેમાં ટેસ્ટ વિવિધ વર્તુળ કચેરીઓએ 6 માર્ચ 2023થી 13 માર્ચ 2023 તથા લેખિત પરીક્ષા 9 સપ્ટેમ્બર 2023ના રોજ યોજાઈ હતી. કેટલાક ઉમેદવારે વડોદરા ખાતેની જેટકો કચેરીને રજૂઆત કરી હતી કે રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીઓ ખાતે યોજવામાં આવેલી પોલ ટેસ્ટની પ્રક્રિયામાં જીયુવીએનએલ તેમજ જેટકો દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાને અનુસરવામાં આવી નથી. ઝોન કક્ષાએ યોજાયેલા આ મોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું જેટકોની તપાસમાં બહાર આવતા ભરતી જ રદ કરી દેવામાં આવી છે. જેને પગલે ગઈકાલથી જ વિભાગની બૂથનો ભોગ બનેલા ઉમેદવારો અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની આગેવાનીમાં વડોદરા જેટકોની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આખો દિવસ ભારે રોષ સામે વિરોધ ચાલુ રહ્યો હતો. જે હજુ બીજા દિવસે પણ યથાવત ચાલી રહ્યો છે. વિદ્યાર્થીઓને આખી રાત કડકડતી હડીમાં પસાર કરવી પડી છે. કેટલાક ઉમદેવારો ફુટપાથ પર ખુલ્લા ઓઢવા વિના ચૂતા જોવા મળ્યા હતા. ઉમેદવારોને આખી રાત ફૂટપાથ પર વિતાવવી પડી હોવાથી ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે. તમામની માંગ છે કે, જ્યાં સુધી જેટકોના એમ. ડી. નહીં મળે, આવેદન નહી સ્વીકારે અને ન્યાય નહીં મળે ત્યા સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે. બહાર આવીને યુવરાજસિંહે જણાવ્યું હતું કે, જેટકોના એમ.ડી.એ અમને હૈયાધારણા આપી છે કે, 1224 ઉમેદવારોના પોલ ટેસ્ટ લેવાની માટે વિચારણા કરશે. 48 કલાકમાં કોઈ સત્તાવાર જાહેરાત નહીં થાય તો ઉગ્ર આંદોલન કરીશું. આજે મુખ્યમંત્રીને અમારું સાન લોકોનું ડેલિગેશન રજૂઆત કરવા જશે. આ ઉપરાંત આવતીકાલે ગૃહમંત્રીને રજૂઆત કરીશું અને ઊર્જા મંત્રીને પણ રજૂઆત કરીશું. વધુમાં જણાવ્યું હતું કે, ઉમેદવારો સાથે ચર્ચા કર્યા બાદ આજનું આંદોલન આગળ વધારવું કે ગાંધીનગર જઈને આંદોલન કરવું તે અંગે નિર્ણય લેવાશે.


આજે સતત બીજા દિવસે પણ આમ આદમી પાર્ટીના નેતાઓ સમર્થનમાં આવ્યા છે. હમે હમાય હક ચાહિયે નહિ કિસી સે ભીખ ચાહિપ, ઈન્કલાબ ઝીંદાબાદ, ન્યાય આપો ન્યાય આપી, લહેંગે જીતંગે ના નારા ઉમેદવારો એ લગાવ્યા હતા. જેટકોના એમ.ડી. ઉમેદવારોની મળવાની તૈયારી બતાવી હતી. જે બાદ યુવરાજસિંહ અને 17 ઉમેદવારોનું ગ્રુપ જેટકોના એમ.ડી.ને મળવા ગયું હતું. બે કલાકથી વધુના સમયબાદ 17 ઉમેદવાસે અને યુવરાજસિંહ જેટકોના એમ.ડી.ને મળીને બહાર આવ્યા હતા. ઉમેદવારોના ગ્રુપ અને વિદ્યાર્થીનેતા કુંવરાજસિંહ સાથે જેટકોના એમ.ડી.ની ઓફિસ ઉમેદવારોએ હાઈકોર્ટમાં જવાની તૈયારી કરી હાલ જેટકો કચરી બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સાથે જ ઉમેદવારોએ કોર્ટમાં પિટિશન દાખલ કરવા માટે ઉમેદવાર્સનું વિસ્ટ બનાવ્યું છે. તમામ ઉમેદવારો ભેગા થઈને ફ્રન્ડ ભેગું કરી રહ્યા છે અને પોતાની સ્થિતિ પ્રમારી નાણા આપી રહ્યા છે. ઉમેદવારી કોર્ટમાં પિટિશન દાખલ કરવા માટે પોતાના ડોક્યુમેન્ટ જમા કરાવ્યાં છે. આ અંગે ઉમેદવાર અળપેશ ચૌહાણે જણાવ્યું હતું કે, અમે હાઈકોર્ટમાં જવા માટે ફંડ એકત્ર કરી રહ્યા છીએ અને વિદ્યાર્થીઓનું લિસ્ટ બનાવી રહ્યા છીએ. અમને વિશ્વાસ છે કે, કોર્ટ અમારી તરફેણમાં ચુકાદો આપશે.


અધિકારીના દીકરા રોડ પર એક રાત સુઈને બતાવે વિદ્યાર્થીનેતા વિદ્યાર્થીનેતા યુવરાજસિંહે જણાવ્યું હતું કે, ઉમેદવારોએ આખી રાત રોડ પર વિતાવી છે, અધિકારીઓના દીકરા કે દીકરીઓ કે અધિકારી એક રાત રોડ પર સૂઈને બતાવે. તેઓ એક રાત પણ આ રોડ પર સુઈ નહીં શકે. આ ઉમેદવારોના વિરોધમાં જે નિર્ણય લેવાયો હોય તે તુઘલખી નિર્ણય હતો, એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. તેના વિરોધમાં અમે દરેક મોરચે લડવા તૈયાર છીએ.

આજે અમને એમડી મળવા જ જોઈએ. તેઓ નહીં મળે તો અમે તેમના ઘરનો ઘેરાવ કરીશું અને આ રીતે જ તેમના ઘરની બહાર ધરણા પ્રદર્શન કરીશું. તેઓ અમારા ટેક્સમાંથી પગાર ખાય છે. આ લોકશાહી છે. લોકશાહીમાં અધિકાર પણ મળવા જોઈએ અને પદાધિકારી પણ મળવા જોઈએ. એમડી અમારા પ્રશ્નોથી કેમ ભાગી રહ્યા છે? એમડીને અમેં કહેવા માંગીએ છીએ કે, અમારા પ્રશ્નોનું નિરાકરણ આપો, નહીં તો આ રેલી તમારા ઘર સુધી રેલો બનીને પહોંચશે.


અમે વિધાનસભાના ધારાસભ્યોને પણ કહેવા માંગીએ છીએ કે, લોકસભાની ચૂંટણી નજીક છે, આ રેલી તમારી સીટના પાયા હલાવી નાખશે. અમને આજે હૈયાધારણા આપવામાં આવી છે કે, આજે એમડીને મલાવવામાં આવશે. આજે આંદોલન ચાલુ રાખીશું અને તેમની મળવાની રાહ જોઈશું. કહેવાય છે કે, શ્રીમદ્‌ ભગવત ગીતા સહિતના ધર્મગ્રંથોમાં દરેક સમસ્યાનું સમાધાન હોય છે, જેથી અમે ભગવત ગીતામાં અમારા પ્રશ્નોનું સમાઘાન શોઘી રહ્યા છીએ. ધર્મ યુદ્ધમાં અર્જુન જે મૂંઝવણમાં હતા તે મૂંઝવણમાં જ આ વિદ્યાર્થીઓ છે, તેથી અમે ભગતગીતામાંથી તેનું સમાધાન શોધી રહ્યા છે.

આ અંગે ઉમેદવાર યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આખી રાત અમે અહીં આંદોલન ચાલુ રાખ્યું છે. કડકડતી ઠંડીમાં પણ ઉમેદવારો અહીંથી હલ્યા નથી. સરકાર એક તરફ યુવાનેને નોકરી આપવાની વાત કરે છે અને બીજી તરફ અમારી નોકરી છીનવી લીધી છે. અહીં ખૂબ જ મુશ્કેલી વચ્ચે અમે આંદોલન કરી રહ્યાં છે, પરંતુ અધિકારીઓ અમારો જવાબ આપવા તૈયાર નથી. અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી.


ઉલ્લેખનીય છે કે,  જે પરત્વે તપાસ કમિટી દ્વારા તપાસ કરતાં ગંભીર ક્ષતિ ધ્યાનમાં આવી હતી. જેટકો દ્વારા યોજાયેલી તપાસ સમિતિના રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સપાટી પર આવી હતી, જેથી હકીકતોને ધ્યાનમાં રાખી રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીઓ હેઠળના ઉમેદવારોને અન્યાય ના થાય કે અસંતોષની લાગણી ના ઉદભવે તેમજ સક્ષમ અધિકારીની સૂચનાને ધ્યાનમાં રાખી રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની સમગ્ર ભરતી પ્રક્રિયા રદબાતલ જાહેર કરવામાં આવી છે, એમ તેના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું.

Share :

Leave a Comments