વડોદરામાં પગપાળા ચાલતા જતા યુવાનના ગળામાંથી બાઈક સવાર શખ્સો સોનાની ચેન ઝૂંટવી ફરાર

હરણીમાં રહેતા જતીન કાથરોટીયાએ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - Bikers-grab-a-gold-chain-from-the-neck-of-a-young-man-walking-on-foot-in-Vadodara-and-escape

- બાઇકસવાર શખ્સે ચેન ઝૂંટવવાનો પ્રયાસ કરતા યુવાને ચેન પકડી લેતા અડધી ચેન ખેંચી ફરાર થઇ ગયા, ગઠિયા અઢી તોલામાંથી સવા તોલા ચેન ઝૂંટવી ગયા

વડોદરાના હરણીમાં રહેતા અને પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટરમાં આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા જતીન ચતુરભાઈ કાથરોટીયાએ ચેન સ્નેચિંગ અંગેની ફરિયાદ નોંધાવી છે. મધુવન ટેસ્ટમાં રહેતા જતિન કાથરોટીયાએ હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, નવી અંબે સ્કુલની સામે હરણી સમા લીક રોડ વડોદરા શહેર પોસ્ટ ટ્રેનિંગ સેન્ટર ખાતે ઓફિસ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરું છું. ગત સાંજના સમયે પરિવાર સાથે અમારા ઘરેથી ચાલવા માટે નીકળ્યા હતા. અમે ચાલતા ચાલતા નવી જય અંબે સ્કૂલ ત્રણ રસ્તા પાસે રાત્રીના આશરે 9 વાગ્યાના સમયે પસાર થતા હતા. તે દરમિયાન મારી પાછળથી એક બાઈક ઉપર ત્રણ શખસ આવ્યા હતા. મારી નજીક આવી બાઈક ઉપર પાછળ બેસેલા બે શખસ પૈકી એક મારા ગળામાં હાથ નાખી મેં પહેરેલી સોનાની ચેન ઝૂંટવી લેવાનો પ્રયત્ન કર્યો હતો. તેથી મેં પહેરેલી સોનાની ચેન પકડી લેતા અડધી ચેન ખેંચી ફરાર થઇ ગયા હતા.

આ સોનાની ચેન આશરે અઢી તોલા વજનની હતી. જેમાંથી આશરે સવા તોલા વજનની ચેન આ ત્રણ શખસ મારા ગળામાં હાથ નાખી ખેંચી ઝુટવી લઇ ફરાર થઇ ગયા હતા. આ ત્રણ શખસે મોઢાના ભાગે કપડુ બાંધેલું હોવાથી ચહેરો દેખાયો નથી. સાથે સ્થિતિ પ્રમાણે વાહનનો નંબર પણ જોયો નથી. તેઓ ત્યાંથી પંચામૃત સોસાયટીથી રીધમ હોસ્પિટલ તરફ ભાગી ગયા હતા. તેની અંદાજે કિંમત રૂપિયા 30 હજાર છે.

આ સમગ્ર ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી. બાદમાં પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસે આસપાસના વિસ્તારના CCTV ફૂટેજની તપાસ આધારે આ ઘટનાને અંજામ આપનાર ચેન સ્નેચર સુધી પહોંચવા પોલીસ મહેનત કરી રહી છે. ગત રાત્રે મોડી રાત સુધી પોલીસે આ શખસોને ઝડપી પાડવા મહેનત કરી હતી. જો કે આ શખસો ફરાર થવામાં સફળ થયા છે.

આ અંગે હરણી પોલીસ મથકના પી.આઇ સી.પી.ટંડેલે જણાવ્યું હતું કે, આ સમગ્ર ઘટના અંગે પોલીસ તાત્કાલિક ઘટનાના સ્થળે પહોંચી હતી અને આસપાસના વિસ્તારોમાં સઘન ચેકીંગ હાથ ધર્યું હતું, આસપાસના વિસ્તારોમાં આવેલ સોસાયટીઓ CCTV ફૂટેજની પણ તપાસ હાથ ધરવામાં આવી છે અને આ શખસોની હાલમાં શોધખોળ ચાલી રહી છે.

Share :

Leave a Comments