લોકસભાની ચૂંટણી પૂર્વે કાલે તા.૩ના રોજ મતદાર યાદીમાં સુધારા વધારા માટે ખાસ ઝુંબેશ યોજાશે

3 ડિસેમ્બરના રોજ રાજ્યભરમાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાથ ધરાશે

MailVadodara.com - Before-the-Lok-Sabha-elections-a-special-campaign-will-be-held-tomorrow-on-the-3rd-to-improve-the-voter-list

- વડોદરાના 1385 અને ગ્રામ્યના 1166 સહિત જિલ્લાના કુલ 2551 તમામ મતદાન મથકો મતદારયાદીમાં લોકો પોતાનું નામ નોંધાવી શકાશે

- નાગરિકોને મતદારયાદીમાં નામ નોંધાવવા જાહેર અપીલ કરી

લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીઓ પૂર્વે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા રાજ્યભરમાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત આવતીકાલે તા.૩ ડિસેમ્બરને રવિવારે ખાસ ઝૂંબેશ યોજાશે.

વડોદરાના 1385 અને ગ્રામ્યના 1166 સહિત જિલ્લાના કુલ 2551 તમામ મતદાન મથકો પર સવારે 10.00થી સાંજે 5.00 વાગ્યા દરમિયાન મતદારયાદીમાં લોકો પોતાનું નામ નોંધાવી શકાશે. લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીઓ પૂર્વે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા રાજ્યભરમાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત આવતીકાલે તા.3 ડિસેમ્બર, 2023 રવિવારના રોજ ખાસ ઝૂંબેશ દિવસ યોજાશે. આ સાથે જ મતદારયાદીમાં નામ નોંધણી, સુધારા-વધારા અને મતદારયાદીમાંથી નામ કમી કરાવવા ફોર્મ ભરી શકાશે.


લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તા. 1લી જાન્યુઆરી, 2024ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિ રહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અતુલ ગોર દ્વારા વડોદરા શહેર જિલ્લાના તમામ મતદારોને મતદારયાદીમાં પોતાનું નામ ચકાસી લેવા તથા પાત્રતા ધરાવતા નાગરિકોને મતદારયાદીમાં નામ નોંધાવવા જાહેર અપીલ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાત્રતા ધરાવતા યુવાનો અને તેનાથી વધુ વયજૂથ ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ નોંધાવવા અંગે તથા મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચના Voter Helpline App  www.voters.eci.gov.in  ઓનલાઈન પણ ફોર્મ ભરી શકશે.

Share :

Leave a Comments