- સંગઠનના એક હોદેદાર તેમના માનીતા કાઉન્સિલરોનું જ સાંભળે છે..?
વડોદરા શહેર ભાજપ અને સંગઠનના શીત યુદ્ધ વચ્ચે શિસ્તના નામે શોષણનો ભોગ બનતા કેટલાક કાઉન્સિલરો કોંગ્રેસના મોઢે સવાલો ઉઠાવી રહયા છે.
વડોદરા શહેર ભાજપમાં પાલિકા અને સંગઠન વચ્ચે શીત યુદ્ધ ચાલતું રહે છે એ સૌ કોઈ જાણે છે. સંગઠનના એક હોદેદાર જે પોતાને નરેન્દ્ર મોદી કરતા વધુ કુશળ નેતા માને છે અને પાલિકામાં એમની દખલગીરી કાઉન્સિલરો માટે અસહ્ય થઈ રહી છે. પાલિકામાં ભાજપના કાઉન્સિલરોને શિસ્તના નામે બોલવામાં દેવામાં આવતા નથી એવો બળાપો ઠાલવતા થાકી ગયા છે. અલબત્ત જાહેરમાં બોલવાની કોઈ ની હિંમત નથી. પરંતુ આવા કાઉન્સિલરોએ વચ્ચે નો રસ્તો શોધી કાઢ્યો છે. ભાજપના કાઉન્સિલરો તેમના પ્રશ્નો કોંગ્રેસના કાઉન્સિલરો દ્વારા રજૂ કરે છે. કોંગ્રેસની રજુઆતોમાં મોટા ભાગે ભાજપના કેટલાક કાઉન્સિલરોનો દોરી સંચાર હોય છે. આવા કાઉન્સિલરોએ નામ નહીં આપવાને શરતે જણાવ્યું હતું કે સંગઠનના એક હોદેદાર એક હથ્થું શાશન ચલાવે છે. હાલત એવી છે કે પક્ષના હિત ની વાત હોય તો પણ સાંભળવામાં આવતી નથી. ભાજપના કેટલાક કાઉન્સિલરોને છેવટે આડકતરી રીતે કોંગ્રેસના કાઉન્સિલરોના મોઢે સભામાં રજુઆત કરવી પડે છે. ભાજપમાં વર્ચસ્વની લઢાઈ ધીમે ધીમે વધી રહી છે જે આગામી લોકસભા ની ચૂંટણી પૂર્વે પરાકાષ્ઠાએ પહોંચે તો નવાઈ નહીં...!