સયાજી હોસ્પિટલમાં સેફ્ટી વગર જ વાંસના બામ્બુ પર ઉભા રહીને કારીગરો 3 માળની બિલ્ડિંગને કલર કરતા જોવા મળ્યાં

સયાજી હોસ્પિટલના પીડીયાટ્રીક બોર્ડની કલાત્મક બિલ્ડિંગને કલર કરવાનું કામ ચાલું છે

MailVadodara.com - At-Sayaji-Hospital-workers-were-seen-painting-a-3-storey-building-without-safety-while-standing-on-bamboo-poles

- કલરનો ડબ્બો મુકવા પાટિયું ન બાંધ્યું હોય કારીગરોએ કલરનો ડબ્બો દોરી બાંધી બામ્બુ ઉપર લટકાવ્યો હતો


વડોદરા શહેરની સરકારી સયાજી હોસ્પિટલમાં હાલના તબક્કે બિલ્ડીંગોને કલરનું કામ ચાલી રહ્યું છે. હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગની સામે આવેલા પીડીયાટ્રીક બોર્ડની કલાત્મક બિલ્ડિંગને કલરકામ કરવામાં આવી રહ્યું છે ત્યારે કલર કામ કરી રહેલા કારીગરો કોઈપણ પ્રકારની સેફટી ના સાધનો પહેર્યા વગર જ બાંધેલા બામ્બુ ઉપર ઉભા રહીને જ કલર કામ કરતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં કલરના કારીગરો કલર કરવાનો ડબ્બો પણ બામ્બુ ઉપર લટકાવીને જ કલર કામ કરતા હોવાનું જોવા મળ્યું હતું. આ દરમિયાન કોઈક આકસ્મિક જાનહાની ની ઘટના બને તો એ માટે જવાબદાર કોણ આ એક ચર્ચાનો વિષય બન્યો છે.


અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરની સરકારી હોસ્પિટલમાં વહીવટી તંત્ર દ્વારા ચોમાસાની સિઝનમાં હોસ્પિટલની બિલ્ડીંગોને કલર કામ શરૂ કરવામાં આવ્યું છે. ચોમાસામાં કલર કામ કરાવતા હોસ્પિટલના વહીવટી તંત્રની બુદ્ધિનો પ્રદર્શન પ્રકાશમાં આવ્યું છે. હોસ્પિટલના બિલ્ડીંગોને કલર કામ કરવા માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનું ન મળ્યું છે. જે કોન્ટ્રાક્ટ અંતર્ગત કોન્ટ્રાક્ટર દ્વારા પણ કંઈ પણ વિચાર્યા વગર જ સામે આવી રહેલા ચોમાસાની સિઝનમાં બિલ્ડીંગોને કલર કામ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે છેલ્લા ત્રણ ચાર દિવસથી સયાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગની સામે આવેલા પીડીયાટ્રીક વોર્ડ કે જે કલાત્મક ડિઝાઇન થી ભરપૂર છે. ત્રણ માળની કલાત્મક બિલ્ડીં ને બામ્બુ બાંધીને કલર કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે કોન્ટ્રાક્ટના કર્મચારીઓ દ્વારા અંદાજે 35થી 40 ફુટ જેટલી ઊંચાઈ પર સેફટી ના સાધનો વગર જ તેમજ બામ્બુ ઉપર પાલક બાંધ્યા વગર જ જીવના જોખમે બામ્બુ ઉપર ઉભા રહીને કલર કામ કરતા નજરે પડ્યા હતા. એટલું જ નહીં આ કારીગરોએ કલરનું ડબ્બો મૂકવા માટે પણ પાટીયું  બાંધવા માટેની તસ્વી લીધી ના હોવાથી તેઓએ કલર નો ડબ્બો બામ્બુ પર લટકાવીને કામ કરી રહ્યા હતા. 


આ અંગે કારીગરોને પૂછવામાં આવતા તેમને જણાવ્યું હતું કે અમને અમારા શેઠ તરફથી કશું પણ આપવામાં આવ્યું નથી. અમને કલર કામ કરવાનું કીધું છે. એટલે અમે કામ કરી રહ્યા છે. તેમના શેઠિયાનું નામ ઘનશ્યામભાઈ હોવાનું જાણવા મળ્યું છે.

Share :

Leave a Comments