વડોદરામાં ગાંધીનગર ગૃહ ખાતે યુવા ગ્રુપે બેનર અને પ્લે કાર્ડ સાથે અવશ્ય મતદાન કરવાનો સંદેશો આપ્યો

સારે કામ છોડ દો, સબસે પહેલે વોટ દો... સહિત વિવિધ સૂત્રો સાથે સંદેશો આપ્યો

MailVadodara.com - At-Gandhinagar-Griha-in-Vadodara-a-youth-group-with-a-banner-and-play-cards-gave-the-message-of-compulsory-voting


લોકસભા બેઠક પર આજે સવારે સાતના ટકોરે મતદાન કર્યા બાદ યુવા ગ્રુપ દ્વારા શહેરની મધ્યમાં ગાંધીનગર ગૃહ બહાર એકત્રિત થઈને અવશ્ય મતદાન કરવાનો સંદેશો આપ્યો હતો. હાથમાં વિશાળ બેનર તેમજ પ્લે કાર્ડ ફરકાવી આ ગ્રુપે મતદાનની પવિત્ર ફરજ નિભાવવા ખાસ તો યંગસ્ટર્સને અપીલ કરી હતી.

સારે કામ છોડ દો, સબસે પહેલે વોટ દો, આજનો દિવસ રજાનો નહીં જવાબદારી નિભાવવાનો છે, ભૂલો ભલે બીજું બધું, મતદાનને ભૂલશો નહીં, ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ, આવા વિવિધ સૂત્રો સાથેના પ્લે કાર્ડ ફરકાવી અચૂક મતદાન કરવા સંદેશો આપ્યો હતો. યુવા ગ્રુપના તમામ સભ્યોએ સવારે વોટિંગ કર્યા બાદ લોકોને વોટિંગ માટે જાગૃત કરવા આ નવતર પ્રયોગ કર્યો હતો. લોકશાહીના પર્વની ઉજવણી કરવા મતદાન અવશ્ય કરવા અને જાગૃત નાગરિક તરીકે ફરજ અદા કરવા વધુને વધુ વોટીંગ કરવા કહ્યું હતું.


Share :

Leave a Comments