શહેરના અટલબ્રિજ નીચે 38 પિલરની વચ્ચેના ભાગમાં પે એન્ડ પાર્કનો વાર્ષિક ઈજારો અપાશે

ઓવરબ્રિજ નીચે પાર્કિંગ માટે કોર્પોરેશન ઈજારો આપવા માંગે છે

MailVadodara.com - Annual-lease-of-pay-and-park-between-38-pillars-under-Uttlebridge-in-the-city

- ઇજારદારોને જરૂરી પુરાવા અને ડિપોઝિટ સાથે 24 જૂન સુધીમાં કોર્પોરેશનની જમીન મિલકત અમલદારની ઓફિસમાં અરજી પત્રકો મોકલી આપવા જણાવ્યું

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનએ શહેરના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી સાડા ત્રણ કિલોમીટર લાંબો 230 કરોડના ખર્ચે ફલાઈ ઓવર અટલ બ્રિજ બનાવ્યો છે. આ ઓવરબ્રિજ નીચે પાર્કિંગ માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ઈજારો આપવા માંગે છે. કોર્પોરેશન દ્વારા પાર્કિંગ માટે છ હિસ્સામાં પિલર વેચી દેવાયા છે અને એ મુજબ પાર્કિંગની સુવિધા ઉભી કરવા માસિક લાઇસન્સ ફીથી ઈજારો 1 વર્ષ માટે જાહેર હરાજીથી આપવા નક્કી કર્યું છે.


આ બ્રિજ ગયા વર્ષના પ્રારંભ પૂર્વે જ ખુલ્લો મુકાયો છે. આ બ્રિજ નીચે 135 પિલર છે. આ વિસ્તારમાં ટ્રાફિકની અને પાર્કિંગની ખૂબ જ સમસ્યા રહેતી હોવાથી પિલર નીચેના ભાગમાં રહેતી ખુલ્લી જગ્યામાં પે એન્ડ પાર્કની સુવિધા શરૂ કરવા કોર્પોરેશને વિચાર્યું છે. 135 માંથી 38 પિલરની વચ્ચેના ભાગમાં પાર્કિંગ રાખવામાં આવશે. જેમાં પિલર નંબર 12 થી 19 મનીષા ચોકડી, પિલર નંબર 32 થી 37 હનુમાનજી મંદિર પાસે, પિલર નંબર 49 થી 52 મલ્હાર, પિલર નંબર 60 થી 65 ચકલી સર્કલ, પિલર નંબર 87 થી 93 આંબેડકર સર્કલ અને પિલર નંબર 129 થી 135 ગેંડા સર્કલ ખાતે પિલર નીચે પાર્કિંગની સુવિધા ઉભી કરાશે. જુદા જુદા પિલર વિભાગ મુજબ ડિપોઝિટની જુદી જુદી રકમ અને અપસેટ વેલ્યુ રાખવામાં આવી છે. ઇજારદારોને જરૂરી પુરાવા અને ડિપોઝિટ સાથે તારીખ 24 જૂન સુધીમાં કોર્પોરેશનની જમીન મિલકત અમલદારની ઓફિસમાં અરજી પત્રકો મોકલી આપવા જણાવ્યું છે.

Share :

Leave a Comments