- કપુરાઈ પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી
વડોદરામાં આજવા હાઈવે પર ચોકડી પાસે કાસીદા પાર્ટી પ્લોટની સામેથી ચાલતી જતી મહિલાને અજાણ્યા વાહને ટક્કર મારતા ગંભીર ઈજા થઈ હતી. મહિલાનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું છે.
ગત 7મી તારીખે સવારે સાત વાગે આજવા રોડ હાઇવે પર ચોકડી પાસે આવેલા કાશીદા પાર્ટી પ્લોટની સામેથી ચાલતા જતા રંજનબેન રમેશભાઈ ગોહિલ રહેવાસી જય યોગેશ્વર ટાઉનશિપ આજવા રોડ અને અજાણ્યા વાહને ટક્કર મારતા માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થઈ હતી. તે ઉપરાંત હાથ અને પગ ઉપર પણ ઈજાઓ થઈ હતી. પોલીસે દવાખાના વર્ધીના આધારે હોસ્પિટલમાં જઈને તપાસ કરતા મહિલાને ગંભીર ઈજા થઈ હતી. પરંતુ તેની પાસેથી કોઈ આઈકાર્ડ મળી આવ્યું ન હતું કે તેના સગા સંબંધી પણ મળી આવ્યા ન હતા. દરમિયાન મહિલા દર્દીનું સારવાર દરમિયાન ગઈકાલે અવસાન થયું હતું. કપુરાઈ પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.