દેશભક્તિના નામે નીકળેલી તિરંગા યાત્રા ભાજપ પૂરતી સીમિત રહી હોવાના આક્ષેપો

તિરંગા યાત્રા કોના માટે નીકળી ?

MailVadodara.com - Allegations-that-BJP-has-limited-the-Tricolor-Yatra-in-the-name-of-patriotism

- કોર્પોરેશનના ખર્ચે નીકળેલી તિરંગા યાત્રામાં IPS અને IAS અધિકારીઓનું અપમાન : વિશ્વામિત્રી બચાવ સમિતિ

- અધિકારીઓને બેસવાની જગ્યા ના અપાઈ,  ઉભા રહેવું પડ્યું અને મેયર મૂક પ્રેક્ષક બની જોતા રહ્યા..!

- નિસ્બ્ત વગરના ભાજપના પદાધિકારીઓ સ્ટેજ પર ચઢી બેઠા : વિશ્વામિત્રી બચાવ સમિતિ


વિશ્વામિત્રી બચાવો સમિતિ, વડોદરાના એડવોકેટ શૈલેષ અમીન જણાવે છે કે ગઈકાલે વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશનના ખર્ચે તિરંગા યાત્રા યોજાઈ હતી. વડોદરા કોર્પોરેશનના ખર્ચે યોજાયેલા તિરંગા યાત્રાના કાર્યક્રમ માટે બનાવેલા ખર્ચાળ સ્ટેજ ઉપર આશરે ૫૦ જેટલી ખુરશીની બેઠક વ્યવસ્થા રાખવામાં આવેલી પરંતુ જેને વડોદરા કોર્પોરેશનના વહીવટ સાથે કોઈ જ લેવાદેવા નથી તેવા ભાજપી કાર્યકરો સ્ટેજ ઉપર ચડી બેસી ગયા અને કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ તેમજ મ્યુનીસીપલ કમિશ્નર, જેવા સંવૈધાનિક પદ ધરાવતા સનદી અધિકારીઓ માટે ખુરશી પણ ખાલી રહેવા દીધી નહિ અને સ્ટેજ ઉપર ઉપસ્થિત એકેય ભાજપી પદાધિકારીએ એટલી સૌજન્યતા પણ નહિ દાખવી કે પોતે ઉભા થઇ ને સનદી અધિકારીઓને બેસવાની જગ્યા આપે. આ કાર્યક્રમ દરમ્યાન વડોદરાના કલેક્ટર, મ્યુનીસીપલ કમિશ્નર, જીલ્લાના રેંજ આઈ.જી., તાલુકા અધિકારી તમામ સ્ટેજ ઉપર બાજુમાં ઉભા રહેલા.  આમ તો પાલિકા સ્પોન્સર કાર્યક્રમ હોય ત્યાં પ્રથમ નાગરિક એવા મેયર અધ્યક્ષ સ્થાને હોય, એમણે પણ સંવૈધાનિક પદ ધરાવતા સનદી અધિકારીઓને બેસવાની વ્યવસ્થા કરવા માટે સુચના આપવાની સૌજન્યતા નહિ વાપરીને મુક પ્રેક્ષક બનીને સંવૈધાનિક પદ ધરાવતા સનદી અધિકારીઓનું જાહેર જનતા વચ્ચે હળહળતું અપમાન થતું જોયા કર્યું. સંવૈધાનિક પદ ધરાવતાનું સનદી અધિકારીઓનું મેયરની નજર સામે જાહેરમાં અપમાન થતું રહ્યું તે માટે નૈતિક જવાબદારી મેયર સ્વીકારી ને રાજીનામું આપે.

એક તરફ વડોદરા શહેરમાં ઠેર-ઠેર ઉભરાતી ગટરો, ગંદુ પીવાનું પાણી, રોડ ઉપરના ખાડા, ઉકરડાના ઢગલા અને રોગચાળાનું નિવારણ કરાતું નથી અને નગરજનોના ઘરવેરાના રૂપિયે વડોદરા કોર્પોરેશન દ્વારા યોજેલ તિરંગા યાત્રામાં પાલિકા સાથે નિસ્બત વગરના ભાજપા પક્ષના પદાધિકારીઓને સ્ટેજ ઉપર બેસાડ્યા જે નગરજનોના ઘરવેરાના રૂપિયાથી ભાજપા પક્ષનો કાર્યક્રમ યોજ્યો હોય તેવું પ્રમાણિત થાય છે અને તમામ ખર્ચ ભાજપા પાસેથી વસૂલવો જોઈએ.

તિરંગા યાત્રા માટે નગરજનોના ઘરવેરાના રૂપિયામાંથી કેટલા રૂપિયાના ઝંડા ખરીદ્યા, ડંડા ખરીદ્યા, ડી.જે વાળાને ચૂકવ્યા, સ્ટેજ બનાવનારને ચૂકવ્યા, ફૂલહારની સજાવટમાં ખર્ચ્યા, તોરણો લગાવ્યા સહીત તમામ ખર્ચનું, મેયર વેરો ભરતા નગરજનોને જાણવા માટે શ્વેતપત્ર બહાર પાડે.

આ સાથે અમો મ્યુનીસીપલ કમીશ્નર તેમજ કલેક્ટર કે જેઓ જીલ્લાના મેજીસ્ટ્રેટ પણ છે તેમને વિનંતી કરીએ છીએ કે સ્ટેજ ઉપર ૫૦ જેટલી ખુરશી હોવા છતાય આપઓને કાર્યક્રમ દરમ્યાન ઘણો સમય સાઈડમાં ઉભા રાખ્યા તે આપનું અંગત અપમાન નથી પણ ભારત દેશના સંવૈધાનિક પદનું અપમાન છે જે વડોદરા શહેર અને જીલ્લા ના નાગરીકોનું અપમાન છે, જેથી આવી અપમાનજનક સ્થિતિમાં આપઓએ ક્ષણભરમાં સ્ટેજ પરથી ઉતારીને સ્થળ છોડી દેવું જોઈતું હતું.

Share :

Leave a Comments