35 દિવસના ઉનાળું વેકેશન બાદ આજથી સ્કૂલો શરૂ, વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જાેવા મળ્યો

વડોદરાની સ્કૂલોના કેમ્પસ વિદ્યાર્થીઓના કિલકારીથી ગુંજી ઉઠ્યા

MailVadodara.com - After-35-days-of-summer-vacation-schools-started-from-today-there-was-a-lot-of-enthusiasm-among-the-students

- પ્લે સેન્ટરમાં પ્રથમ પ્રવેશ લઈ સ્કૂલે આવેલાં ભૂલકાંઓની રોકકળ જોવા મળી


35 દિવસના ઉનાળું વેકેશન બાદ આજથી 2024-25ના નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. સવારની સ્કૂલોમાં અભ્યાસ કરવા માટે આવેલા વિદ્યાર્થીઓથી સ્કૂલોનું કેમ્પસ, પ્લે સેન્ટરના ભુલકાઓ અને વિદ્યાર્થીઓના કિલકારીથી ગુંજી ઉઠ્યા હતા. નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થતા વિદ્યાર્થીઓમાં સ્કૂલે જવાની ભારે ઉત્સુકતા જોવા મળી હતી, સાથે 35 દિવસના વેકેશન બાદ સ્કૂલ કેમ્પસમાં આજે જુના મિત્રોને મળી આનંદની પળો માણી હતી. ખાસ કરીને પાસ થઇને ઉપરના વર્ગમાં ગયેલા વિદ્યાર્થીઓમાં સ્કૂલે જવાની ભારે ઉત્સુકતા જોવા મળી હતી.


ઉનાળુ વેકેશનને ઉત્સાહભેર માણીને આજથી શરૂ થયેલી શૈક્ષણિક સત્રથી શાળાઓમાં જવા માટે વિદ્યાર્થીઓ સાથે વાલીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શૈક્ષણિક સત્રના સૌથી લાંબા ઉનાળુ વેકેશનને ઉત્સાહભેર માણીને આજથી શરૂ થયેલી શાળાઓમાં જવા માટે વિદ્યાર્થીઓએ રવિવારથી જ સજ્જ થઈ ગયા હતા. પોતાના ધોરણના પુસ્તકો, નોટબુકો, ગણવેશ, બેગ જેવી વિવિધ ચીજવરતુઓ ખરીદી રવિવાર સુધીમાં પૂરી કરી દીધી હતી.  


ઉલ્લેખનીય છે કે, મોંઘવારીની સાથે શિક્ષણ ફીમાં પણ પ્રતિ વર્ષે થતા વધારાને પગલે આ વખતે સ્કૂલ સ્ટેશનરી, ગણવેશ, સ્કૂલ સૂઝ સહિતની ચીજવસ્તુઓમાં 15થી 20 ટકાનો વધારો હોવા છતાં, વાલીઓ પોતાના સંતાન અને સ્કૂલોના નિયમોને વશ થઈ ખરીદવા માટે મજબૂર બન્યા હતા. રવિવારે જ સોમવારથી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે સ્કૂલોમાં જવા માટે સજ્જ થઇ ગયેલા વિદ્યાર્થીઓ સમયસર સ્કૂલે પહોંચી ગયા હતા. સ્કૂલવાનો, સ્કૂલ ઓટો પણ સોસાયટીઓ, પોળોમાં બાળકો-વિદ્યાર્થીઓને સ્કૂલ લઈ જવા માટે સમયસર પહોંચી ગયા હતા.


નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે વિધાર્થીઓને સમયસર સ્કૂલે પહોંચાડવા સ્કૂલ ઓટો, સ્કૂલવાનો તો કેટલાંક વાલીઓ પોતાના સંતાનોને સ્કૂલે મૂકવા માટે જતા જોવા મળ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓ સાઇકલો તો કેટલાંક વિદ્યાર્થીઓ ટુ-વ્હિલરો લઇ સ્કૂલોમાં સમયસર પહોંચી ગયા હતા. એક બાજુ મોટા વિદ્યાર્થીઓના કોલાહલથી સ્કૂલ કેમ્પસ ગુંજી ઉઠ્યું હતું તો બીજી તરફ પ્લે સેન્ટરમાં પ્રથમ પ્રવેશ લઈ સ્કૂલે આવેલા ભૂલકાઓની રોકકળ જોવા મળી હતી. સ્કૂલના શિક્ષકગણ દ્વારા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Share :

Leave a Comments