વડોદરા-હાલોલ રોડ પર જરોદ ગામ પાસે પાંચ વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2નાં ઘટનાસ્થળ પર મોત

અકસ્માતને પગલે ટ્રાફિકજામ થતાં વડોદરા-ટોલમાર્ગ બંધ કરી દેવાયો હતો

MailVadodara.com - Accident-between-five-vehicles-near-Jarod-village-on-Vadodara-Halol-road-2-died-on-the-spot


- બે ટ્રક પલટી મારી ત્રણ વાહન પર પડતા ત્રણેય વાહનોનો કચ્ચરઘાણ


વડોદરા-હાલોલ રોડ પર જરોદ ગામ પાસે પાંચ વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં બે વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે. મૃતક બંને દંપતી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતના કારણે રોડ પર ટ્રાફિકજામ થઈ ગયો છે. હાલ હાલોલ - વડોદરા ટોલ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. 2 માણસો ફસાયા હોવાની માહિતી વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને કરવામાં આવી હતી.



પ્રાપ્ત માહિતી અનુસાર, આજે વહેલી સવારે વડોદરા-હાલોલ રોડ પર જરોદ ગામે પાસે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં એકસાથે 5 વાહનો અકસ્માતનો ભોગ બન્યા હતા. અકસ્માતમાં બે સામાન ભરેલી ટ્રકો વચ્ચે ટક્કર સર્જાતા બંને ટ્રક પલટી ખાતા 3 વાહનો દબાઇ ગયા હતા. જેમાં રિક્ષા, ઇકો અને કાર દબાઇ ગઇ હતી. અકસ્માતમાં વાહનોનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો અને કારચાલકનું સહિત બેના મોત નિપજ્યા છે. મૃતક બંને દંપતી હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતના પગલે હાલ વડોદરા-ટોલમાર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે અને ટ્રક નીચે દબાયેલા વ્યક્તિને બહાર કાઢવાની કામગીરી કરાઇ હતી.


આ અંગે જરોદ સીએચસી દ્વારા મળેલ માહિતી અનુસાર બે વ્યક્તિના મોત થયાં છે, કિયા ગાડીની એરબેગ ખુલી જતાં 6 લોકોનો આબાદ બચાવ થયો છે, ઇકો કારમાં સવાર દંપતીનું મોત છે. બે લોડિંગ ટ્રકો સામાન ભરેલી વચ્ચે ટક્કર થતા બંને ટ્રકો પલટી ખાઈને પડતા ત્રણ વાહનો દબાયા છે. ઓટો રિક્ષા, ઇકો કાર અને કિયા કાર દબાઈ ગઈ છે. જેમાં ઇકો કારના ચાલકનું મોત થયું છે. તેમજ કારોનો કચ્ચરઘાણ વળી ગયો છે.


હાલોલ તરફથી વડોદરા તરફ જતા તમામ વાહનોને હાઇવે ઉપર આવેલ ભાથીજી મંદિર અને CNG પમ્પ પાસેથી જરોદ ગામમાં અને ગામમાંથી પુનઃ હાઇવે ઉપર ડાઇવર્ટ કરવામાં આવ્યા છે.


જરોદ પોલીસ સ્ટેશનના પીઆઈએ બેના મોત થયાની પુષ્ટી કરી હતી. તેઓએ જણાવ્યું છે કે, હાલ વાહનો હટાવવાની કામગીરી કરી રહ્યા છીએ. ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયા પછી બીજા બે વાહનો વચ્ચે અકસ્માત થયો હતો.


Share :

Leave a Comments