ખેડા અને આણંદ વિસ્તારમાં પકડાયેલા દારૂના કેસમાં ચાર વર્ષથી ફરાર વોન્ટેડ આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી આણંદ તેમજ મહુધા પોલીસને સોંપવા તજવીજ કરી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, વર્ષ-૨૦૨૦માં સોલર પેનલ ભરેલી ટ્રકમાંથી ૧૧ લાખની કિંમતની દારૂની ૩૭૩૨ બોટલ પકડાઇ હતી અને પોલીસે કુલ રૂ.૪૬ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.જે કેસમાં વડોદરાના ન્યુ સમા વિસ્તારમાં અમર કોમ્પ્લેક્સમાં રહેતા વિપુલ ઉર્ફે બોસ રમણભાઇ પરમારનું નામ ખૂલ્યું હતું. આવી જ રીતે આણંદ ખાતે વર્ષ-૨૦૨૧માં પોલીસે રૂ.૧ લાખ ઉપરાંતની કિંમતની દારૂની ૧૬૮ નંગ બોટલ કબજે કરતાં તેમાં પણ વિપુલ પરમારનું નામ ખૂલ્યું હતું. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેના રહેણાંક મકાનમાં તપાસ કરી ઝડપી પાડયો હતો.
વિપુલ પરમાર સામે બીજા પણ પોલીસ સ્ટેશનોમાં દારૂના કેસો થયા છે અને ચાર વાર પાસા હેઠળ જેલ પણ જઇ આવ્યો છે. વડોદરા પોલીસે આણંદ અને મહુધા પોલીસને જાણ કરી છે.