- યુવકે પાસેથી મળેલી અંતિમ ચિઠ્ઠીમાં લખ્યું છે કે, ‘મેરે પાસ પૈસા થા તો સબકો મેં અચ્છા લગતા થા, આજ નહીં હૈ તો મેં બુરા બન ગયા’...
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા સલૂનનો કારીગર યુવક રાત્રે ઊંઘ્યા પછી સવારે ઉઠ્યો નહોતો અને યુવક પાસેથી એક અંતિમ ચિઠ્ઠી પણ મળી આવી છે. જેથી, યુવકે ઝેરી દવા પીધી હોવાની આશંકા છે. જો કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવકના મોતનું સાચુ કારણ બહાર આવશે. યુવકે લખેલી અંતિમ ચિઠ્ઠીના આઘારે ગોત્રી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. સુસાઇડ નોટમાં યુવકે લખ્યું છે કે, ‘મેં અપની મર્જી સે જા રહા હું, મેરે પાસ પૈસા થા તો સબકો મેં અચ્છા લગતા થા, આજ નહીં હૈ તો મેં બુરા બન ગયા’.
વડોદરા શહેરના ગોત્રી રોડ વિસ્તારમાં આવેલા ગાયત્રીનગરમાં રૂપેશભાઈ રામદાસ શ્રીવાસ્તવ (ઉં.42) તેમના પરિવાર સાથે રહેતા હતા અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે તેઓ સયાજીગંજ વિસ્તારમાં આવેલી ચેમ્પિયન નામની સલૂનમાં કારીગર તરીકે કામ કરતા હતા. જોકે, તેણે નવી બાઈક અને અન્ય કામ માટે તેમના મિત્ર વર્તુળ પાસેથી રૂપિયા લીધા હતા. જેને લઈને તેઓ આર્થિક સંકડામણમાં આવી ગયા હતા. તેણે નવી લીધેલી બાઈકનો છેલ્લો હપ્તો પણ બાકી હતો. જે ભરપાઈ કરી શક્યા નહોતા. જેથી, તેઓ માનસિક ડિપ્રેશનમાં રહેતા હતા અને યુવક રાત્રે ઊંધ્યો અને સવારે ઉઠ્યો નહોતો. જેથી અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. યુવક પાસેથી અંતિમ ચિઠ્ઠી પણ મળી આવી છે. યુવાનના મોતથી પરિવાર પણ શોકમાં ગરકાવ થઈ ગયો છે. આ બનાવ જાણ થતાં ગોત્રી પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, યુવકે આપઘાત પહેલા મિત્રને સંબોધીને લખીને સંબોધીને લખેલી સુસાઇડ નોટમાં લખ્યું છે કે, ‘મેં અપની મર્જી સે સુસાઇડ કર રહા હું, તુષારભાઈ આપ મેરે ખાસ મિત્ર હો. આપને મેરી હર બાર મદદ કી હૈ. મેરે બાદ આપ ગૌરવ ઔર તન્નુ કા ધ્યાન રખના. કોઇ ભી તકલીફ આએ તો ઉનકા ધ્યાન રખના. મેં ચાહે બહુત હી પરેશાન હો ગયા હું. મેં અપની મર્જી સે જા રહા હું. ઔર મેરે ભાઈ કો બોલના કી એક બાર મુઝસે મિલને આયે. રાહુલ કો ભી બોલના. ભાઇ આદમી મજબૂરી મેં યે સબ કરતા હૈ. આપકી ભાભી ભી બહુત ધ્યાન રખતી હૈ. મેરા કુછ ભી કામ પડે તો ધ્યાન રખના. યુવરાજ કો બહુત બહુત પ્યાર. અલવિદા. જય માતાજી ભાઇ. ઔર ઘર પર કોઇ ભી મિત્ર આયે તો ધ્યાન રખના ભાઇ, ખાસ રુપેશ (ગુડુડુ).. મેરે પાસ પૈસા થા તો સબકો મેં અચ્છા લગતા થા, આજ નહીં હૈ તો મેં બુરા બન ગયા.’