વડોદરા પાલિકાની વડી કચેરીમાં ફરજ બજાવતા કર્મીને ખેંચ આવતા સારવાર અર્થે ખસેડાયો

કર્મચારી વડી કચેરી ખાતે એપ્રેન્ટિસ તરીકે ફરજ બજાવે છે

MailVadodara.com - A-worker-working-in-the-head-office-of-Vadodara-Municipality-was-shifted-for-treatment-after-he-suffered-a-seizure

- હાલ કર્મચારીની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું


વડોદરા મહાનગરપાલિકામાં એપ્રેન્ટિસ તરીકે ફરજ બજાવતા એક કર્મચારીને ખેંચ આવતા તાત્કાલિક સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.


વડોદરા મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ પર તેમજ હંગામી ધોરણે આ ઉપરાંત એપ્રેન્ટીસ તરીકે અનેક કર્મચારીઓ હાલ ફરજ બજાવી રહ્યા છે. તેવામાં આજે સોમવારે સવારે એક કર્મચારી પાલિકાની વડી કચેરી ખાતે કામ કરી રહ્યો હતો. આ દરમિયાન તેને અચાનક ખેંચ આવતા તેની તબિયત લથડી હતી. જેને પગલે ફરજ પરના અન્ય કર્મચારીઓએ તરત ઉપલા અધિકારીઓને જાણ કરી હતી અને ત્વરિત 108 એમ્બ્યુલન્સને જાણ કરી તેને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની સહાયતી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.


Share :

Leave a Comments