ગોધરાથી વલણ કતલખાને લઈ જવાતા પશુઓ ભરેલો ટેમ્પો કપુરાઇ ચોકડી પાસેથી ઝડપાયો, બે ની ધરપકડ

પશુઓને સહીસલામત રીતે દરજીપુરા પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા

MailVadodara.com - A-tempo-carrying-cattle-from-Godhra-to-the-slaughterhouse-was-seized-from-Kapurai-Chowki-two-arrested

- પશુ મોકલનાર ઈકબાલ મહમદ ઘોંચુ અને પશુ મંગાવનારને વોન્ટેડ જાહેર કરાયો


ગોધરાથી 17 પશુઓ ભરી વલણ ખાતે કતલના ઈરાદે લઈ જ    તા ટેમ્પાને વડોદરાના કપુરાઈ ચોકડી બ્રિજ પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો. હરણી પોલીસે ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી પશુઓને સહીસલામત રીતે દરજીપુરા પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા છે. 


વડોદરાના નેશનલ હાઈવે 48 પરથી અવારનવાર ટેમ્પામાં પશુઓની હેરાફેરા કરાતી હોય છે. ત્યારે તાજેતરમાં ગોલ્ડન ચોકડી પાસેથી પશુઓ ભરેલો ટેમ્પો હરણી પોલીસે પકડયો હતો. ત્યારે ફરી એક વખત કપુરાઈ ચોકડી પરથી કતલખાને લઇ જવાતા પશુઓ ભેરલો ઝડપાયો હતો. વડોદરા શહેરની કપુરાઈ ચોકડી ઓવર બ્રિજ પરથી પ્રાણીક્રુરતા નિવારણ સંસ્થાના કાર્યકરોએ પોલીસ સાથે મળીને કપુરાઈ ઓવર બ્રિજ પરથી કતલના ઇરાદે લઈ જવાતા 17 પશુઓ ભરેલો ટેમ્પો ઝડપી પાડયો હતો. ટેમ્પામાં તપાસ કરતા ડ્રાઈવર અને ક્લીનર મળી આવ્યા હતા. જેથી હરણી પોલીસે ડ્રાઈવર મોહસીન હુસેન બુમરાહ તથા સુફિયાન રમજાન ઘાંચીને ઝડપી પાડ્યા હતા. 


આરોપીઓની પૂછપરછ કરતા ગોધરા ખાતે રહેતા ઈકબાલ મહોમદ ઘોંચુએ પશુઓ ભરેલો ટેમ્પો આપ્યો હતો. આ ટેમ્પામાં ભરેલા પશુઓ ગોધરાથી વલણના કતલખાને લઈ જવાતા હતા તેવું જણાવ્યું હતું. પોલીસે ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી 17 અને ટેમ્પો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે પશુ મોકલનાર ઈકબાલ મહમદ ઘોંચુ અને પશુ મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યો હતો. હરણી પોલીસે ટેમ્પામાં ખીચોખીચ બાંધેલા પશુઓને છોડાવીને દરજીપુરા પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.

Share :

Leave a Comments