પ્રતિબંધિત સંગઠન સીમી સાથે સંકળાયેલા વડોદરાના શકમંદોની ફોટો સાથે યાદી કલેક્ટર કચેરીમાં લગાવાઈ

લોકસભાની સામી ચૂંટણીએ શહેર પોલીસ એક્ટિવ મોડમાં, ૧૨ શકમંદોની શોધખોળ તેજ

MailVadodara.com - A-list-with-photos-of-Vadodara-suspects-associated-with-banned-organization-SIMI-was-put-up-in-the-collectors-office

- આતંકી સંગઠન સાથે સંકળાયેલા સ્ટૂડન્ટ્સ ઈસ્લામિક મુવમેન્ટ ઓફ ઈન્ડિયા નામના વોન્ટેડ ૧૨ શકમંદોને લઈને ગેઝેટમાં નોટીફિકેશન પ્રસિદ્ધ કરાયું


આતંકી સંગઠન સાથે સંકળાયેલા સિમિના ૧૨ માથાભારે શખસોને શોધી કાઢવા શહેર પોલીસે ગતિવિધિઓ તેજ કરી દીધી છે. લોકસભાની સામી ચૂંટણીએ જ્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેર પોલીસ એક્ટિવ મોડમાં છે ત્યારે સ્ટૂડન્ટ્સ ઈસ્લામિક મુવમેન્ટ ઓફ ઈન્ડિયા (સિમિ)ના ૧૨ ભાગેડુઓને શોધવાના ભાગરૂપે કલેક્ટર કચેરી ખાતે નોટિસ ચોટાડાઈ છે. જેમની શહેર પોલીસે શોધખોળ તેજ કરી છે.


આગામી તા.૭મી મેના રોજ વડોદરા લોકસભાની ચૂંટણી યોજાવાની છે અને તેને લઈને વડોદરા જિલ્લા ચૂંટણી તંત્રની સાથે શહેર-જિલ્લા પોલીસ પણ કાયદો અને વ્યવસ્થા જળરાઈ રહે તે માટે કમર કસેલી છે. ખાસ કરીને વડોદરામાં વાહન ચેકિંગથી માંડીને રાત્રી પેટ્રોલિંગ સહિતની કામગીરી કડક કરી દેવાઈ છે. ત્યારે બીજી તરફ આતંકી સંગઠન સાથે સંકળાયેલા સ્ટૂડન્ટ્સ ઈસ્લામિક મુવમેન્ટ ઓફ ઈન્ડિયા નામના વોન્ટેડ ૧૨ શકમંદોને લઈને ગેઝેટમાં નોટીફિકેશન પ્રસિદ્ધ કરાયુ છે. જે ૧૨ શકમંદો વડોદરા શહેરના રહેવાસી હોવાથી દિલ્હી હાઈકોર્ટ બિલ્ડિંગ ખાતે આવેલા અનલોફૂલ એક્ટિવિટિસ ટ્રીબ્યુનલ દ્વારા વડોદરા શહેરની કલેક્ટર કચેરી ખાતે નોટિસ બોર્ડ પર નામ- ફોટા સાથેની યાદી લગાવાઈ છે.

કલેક્ટર કચેરીના નિવાસી અધિક કલેક્ટર ડૉ. બી. એસ. પ્રજાપતિની ઓફિસની બહાર નોટિસ બોર્ડ પર લગાવેલી યાદી મુજબ, તે તમામ ૧૨ સિમિના શકંમદોની યાદીમાં સૌથી ટોપમાં વાડીનો ડૉ. સદાબ પાનવાલા છે. જે બી.એચ.એમ.એસ. ડોક્ટર છે. જ્યારે નાની છીપવાડનો રહેવાસી મહંમદ હનીફ ગુલામ મોયુદિન શેખ એમ.એસ. યુનિવર્સિટીમાં બી.એસ. સી.નો અભ્યાસ કરેલો છે. જયારે યાકુતપુરાનો અલ્તાફ હુસેન મહંમદહુસેન શેખ એમ.કોમ. ભણેલો છે અને તેની સામે અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ૨૦૦૩માં એક્ષપ્લોઝીવ સબટન્સ એક્ટ હેઠળ તેમજ હાફ મર્ડરનો પણ ગુનો નોંધાયેલો છે.

Share :

Leave a Comments