ભાજપ-કોંગ્રેસમાં આધિપત્ય જમાવવા ગંદા રાજકારણની રમત...!!

“ગંદા હૈ પર ધંધા હૈ યે..”

MailVadodara.com - A-game-of-dirty-politics-to-establish-supremacy-in-BJP-Congress

- ભાજપમાં રંજનબેનની ઉમેદવારી પાછી ખેંચવવા માં ષડયંત્રકારીઓ સફળ રહ્યા..??

- કોંગ્રેસમાં જશપાલસિંહ ઉમેદવાર જાહેર થતા  ભૂતકાળમાં નિષ્ફ્ળ રહેલા નેતાઓ એક્ટિવ થયા..!!

- પક્ષમા ચાલતું ગંદુ રાજકારણ પાયાના કાર્યકરો માટે મુંઝવણ ઉભી કરે છે..!!

ચૂંટણી પૂર્વે વિરોધ અને બળવો એ સામાન્ય બાબત છે. જો કે વડોદરામાં વ્યક્તિ લક્ષી અને બદલાનું રાજકારણ પક્ષને સમર્પિત કાર્યકરો માટે ઘાતક સાબિત થઈ રહ્યું છે.

       કોઈ પણ ચૂંટણી આવે એટલે બળવો થયો, વિરોધ થાયો અને રાજીનામાં પડ્યાના સમાચારો મીડિયાની હેડ લાઈન બને છે. આમ જોવા જઈએ તો આ સામાન્ય બાબત છે. અપેક્ષા મુજબ ટિકિટ ના મળવી અથવા હોદ્દા ના મળવાને કારણે વિરોધ થતો હોય છે.  પરંતુ આ વિરોધ ચૂંટણી પૂરતો હોય છે. લોકશાહી માં વિરોધ વ્યક્ત થાય એ અધિકારની બાબત છે. પરંતુ વિરોધ કરવાની રીત હંમેશા ચર્ચાનો વિષય બને છે. તાજેતરમાં ભાજપે રંજનબેન ભટ્ટ ને ટિકિટ આપી ત્યારબાદ જે પરિસ્થિતિનું નિર્માણ થયું એ ભાજપ માટે ચિંતાનો વિષય છે. શિસ્તના પક્ષમા વિરોધનું વંટોળ એવુ ફૂંકાયું કે ઉમેદવાર બદલવાની જરૂર પડી. આવું જયારે થાય ત્યારે એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે પક્ષમા રહી વિરોધ કરનારા સફળ રહ્યા. એટલે કે એક ચોક્કસ જૂથ ષડયંત્ર રચી ને કે કાવા દાવા કરીને પોતાના ધાર્યા મુજબના પરિણામ લાવવામાં સફળ રહ્યું. ભાજપના સિનિયર નેતાઓ પણ આડકતરી રીતે કોઈ નું નામ લીધા સિવાય કહી રહ્યા છે કે હવે પક્ષમા ષડયંત્રકારીઓનું આધિપત્ય વધી રહ્યું છે. કેટલાક બળવાખોરો સંગઠનની શોભા વધારવાની જવાબદારી નિભાવી રહ્યા છે.  આવા લોકોએ પક્ષ પર કબ્જો કરી લીધો છે. હાઈ કમાન્ડ તલસ્પર્શી તપાસ કરશે એ નક્કી છે અને થોડા જ દિવસમાં કાર્યવાહી પણ જોવા મળે તો નવાઈ નહીં...જો હાઈ કમાન્ડ આવું નહીં કરે તો વડોદરા ભાજપમાં “જમ ઘર ભાળી ગયો” એવી પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે. જો લોકસભાની ચૂંટણી પૂર્વે ઉમેદવાર બદલવાની પરિસ્થિતિ ઉભી થાય તો કોર્પોરેશન અને વિધાનસભાની ચૂંટણીમાં કેવી પરિસ્થિતિ સર્જાય એ કલ્પના કરી શકાય એમ છે. કોંગ્રેસમાં પણ આવું જ કંઈક થઈ રહ્યું છે. જો કે કોંગ્રેસમાં ભાજપ જેવી ચિંતાની વાત નથી, કારણ કે ઉમેદવાર મળતા ના હોય ત્યાં બદલવાનો નિર્ણય કેવી રીતે લઈ શકાય ? ભૂતકાળમાં હારી ચૂકેલા કોંગ્રેસના કેટલાક નિષ્ફ્ળ નેતાઓ હવે બીન તાર્કિક દલીલ કરી ઉમેદવાર બદલવાની માંગ કરી રહ્યા છે. આ નેતાઓ  પક્ષમાં જ ગંદુ રાજકારણ રમવાને કારણે નામચીન છે. જશપાલસિંહ પઢીયારની પસંદગી ને પાયાના કાર્યકરો યોગ્ય માની રહ્યા છે. કારણ કે જશપાલસિંહ નિર્વિવાદી, પ્રામાણિક અને સ્પષ્ટ વક્તા ની ઓળખ ધરાવે છે, ત્યારે કેટલાક નેતાઓ ગળે ના ઉતરે એવી દલીલો કરી વિરોધ કરી રહ્યા છે. પક્ષમા રહી પક્ષની ઘોર ખોદી રહેલા નેતાઓ ગંદા રાજકારણ નો ભોગ સૌથી વધુ વધુ પાયાના કાર્યકરો બને છે. પક્ષ માટે નિસ્વાર્થ સેવા આપતા કાર્યકરો મુંઝવણમાં મુકાય છે. ગંદા રાજકારણ ને સમજવા છતાં શિસ્તની લક્ષ્મણ રેખા પાર કરી શકતા નથી અને દિવસે દિવસે લાચાર બની હતાશાનો બને છે. 

      આજના રાજકારણમાં ભાજપ હોય કે કોંગ્રેસ, પક્ષમા લોકશાહીના નામે આધીપત્ય જમાવવાના તરકટોનો છૂટ થી ઉપયોગ થઈ રહ્યો છે. પક્ષમા આંતરિક જૂથબંધી ઉભી કરી પોતાનું વર્ચસ્વ જમાવવા ષડયંત્ર રચવાની નીતિ ને આવડતમાં ખપાવવાનો પ્રયાસ થાય ત્યારે હાઈ કમાન્ડે વિચારવું પડે.. પક્ષ કરતા પોતાને તાકાતવર માની રહેલા કહેવાતા ક્ષુલ્લક વફાદારોની આંટી ધૂટી પકડવી એ હાઈ કમાન્ડ માટે રમત ની વાત છે. હવે હાઈ કમાન્ડ પાયાના વફાદાર કાર્યકરોનો વિશ્વાસ ટકાવી રાખવા શું કરે છે એ જોવું રહ્યું...

Share :

Leave a Comments