વિશ્વામિત્રી નદી કિનારે ફરી રહેલા કૂતરાને મહાકાય મગર મોઢામાં દબોચી પાણીમાં લઈ ગયો

પ્રતાપગંજ ગણેશનગર ઝૂંપડપટ્ટી પાસે વિશ્વામિત્રી નદીમાં બનેલી ઘટના

MailVadodara.com - A-dog-walking-on-the-bank-of-Vishwamitri-river-was-dragged-into-the-water-by-a-giant-crocodile-video-goes-viral

- નદી પાસે ઉભેલા યુવાને ઘટનાનો વીડિયો મોબાઇલના કેમેરામાં કેદ કર્યો


વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં 441 જેટલા મગરો માનવ વસતિની વચ્ચે વસવાટ કરે છે. આજે (22 જુલાઈ) સવારે નદી કિનારે ફરી રહેલા કૂતરાનો એક મહાકાય મગરે શિકાર કર્યો હતો. કિનારે ફરી રહેલા કૂતરાનો એક જ ઝાટકે મગરે કોળિયો બનાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો નદી પાસે ઉભેલા યુવાને વીડિયો મોબાઇલના કેમેરામાં કેદ કર્યો હતો.

મળેલી માહિતી પ્રમાણે, શહેરના પ્રતાપગંજ ગણેશનગર ઝૂંપડપટ્ટી નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ભાગ્યે જ જોવા મળતા મગરના હુમલાનો વીડિયો સામે આવ્યો છે. મહાકાય મગરે નદી કિનારે ફરી રહેલા એક કૂતરાને તરાપ મારી પોતાના મુખનો કોળિયો બનાવી દીધો હતો. સ્થાનિક યુવકે આ વીડિયો સવારે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. સવારે બનેલી આ ઘટનાને લઈ લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.


નદીમાં ગટરોનું પાણી ઠલવાઇ છે ઉલ્લેખનીય છે કે, વિશ્વામિત્રી નદી મગરોનું આશ્રય સ્થાન છે. હાલમાં વડોદરા સ્માર્ટસિટીની આડમાં વિશ્વામિત્રીને ગટર બનાવી દીધી છે. નદીમાં કચરો ઠલવાઇ રહ્યો છે. જેને કારણે નદીમાં વસવાટ કરતા 400થી વધુ મગર, ત્રણ પ્રજાતિના વસવાટ કરતા કાચબાઓ તેમજ પક્ષીઓના જીવને મોટાપ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. પ્રવર્તમાન ચોમાસામાં નદીમાં પાણીની સપાટી વધે ત્યારે મગરો નદી કિનારાની આસપાસની માનવ વસ્તીમાં આવી જાય છે અને પશુ અથવા માણસો ઉપર હુમલા કરે છે. ખાસ કરી હાલ ચોમાસામાં નદી કિનારે રહેતા લોકોને દહેશત હેઠળ દિવસો પસાર કરવા પડે છે.


કૂતરાના શિકારથી લોકોમાં ભારે દહેશત પ્રવર્તમાન ચોમાસામાં વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ સર્જાય છે, ત્યારે તણાઇને આવતા મગરો નદી કિનારા વિસ્તારમાં ધસી આવે છે. એતો ઠીક મગરો પાણીના પ્રવાહ સાથે રોડ ઉપર પણ ઘસી આવે છે. ચોમાસામાં મગરોનો ત્રાસ વધી જતો હોવાથી રેસ્ક્યુ ટીમો પણ તૈયાર થઇ ગઇ છે. વડોદરા નજીકથી પસાર થતી ઢાઢર, દેવ નદીમાં પણ મગરોનું પ્રમાણ વધુ છે. અવારનવાર મગરો માણસોનો પણ શિકાર કરતાં હોવાના બનાવો સામે આવ્યા છે. જેમાં આજે વડોદરા શહેરમાં નદી કિનારે ફરી રહેલા કૂતરાને મગરે શિકાર બનાવતા ચકચાર મચી ગઇ હતી.

ઉલ્લેખનીય છે કે, શિયાળો પૂર્ણ થતા મગરનો પ્રજનન કાળ હોય છે અને ત્યારબાદ માર્ચથી જૂન મધ્ય સુધી ઈંડા મૂકવાનો સમય હોય છે. આ દરમિયાન મગર પોતાનું આશ્રય સ્થાન, ઈંડા અને બચ્ચાને બચાવવા માટે માનવ પર હુમલો કરતા જ હોય છે. વિશ્વામિત્રી નદીમાં 441 જેટલા મગરો મગર પહેલા આજવા ડેમમાં હતા. ત્યાંથી પછી વિશ્વામિત્રી નદીમાં આવ્યા. વેમાલીથી તલસટ સુધીના 25થી 27 કિ.મી.ના વિસ્તારમાં અસંખ્ય મગરો છે અને હવે મગરો માણસો અને કૂતરા સહિતના પ્રાણીઓ સાથે જીવતા શીખી ગયા છે. વર્ષ-1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. જો કે, આજે વિશ્વામિત્રી નદીમાં 441 જેટલા મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે.

Share :

Leave a Comments