- વડોદરા સાઇબર ક્રાઇમ પોલીસ ટીમ અને બીબીએચઆઇએસના ઇન્ટરેક્ટ ક્લબના સહયોગથી સાઇબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો
આજે બિલાબોંગ સ્કૂલમાં વડોદરા સાઇબર ક્રાઇમ પોલીસ ટીમની સહાયતા અને બીબીએચઆઇએસના ઇન્ટરેક્ટ ક્લબના સહયોગથી સાઇબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
વડોદરા સાઇબર ક્રાઇમના પીઆઇ મહેન્દ્ર મોતવાણી દ્વારા ૧૫૦થી વધુ વિદ્યાર્થીઓએ અને ૧૦ શિક્ષકોને સાઇબર ફ્રોડ અને સાઇબર ક્રાઇમથી થતી છેતરપિંડી અને તેની બચવાના ઉપાય સહિતની વિવિધ મૂલ્યવાન માહિતી આપવામાં આવી હતી. રોટરી ક્લબ ઓફ બરોડા સયાજીનગરીના સભ્યો Rtn. ચેતન દેધિયા, Rtn col. મિલિંદ ગોગાટે, રોટેરીઅન ગાંધી, રોટેરીઅનર્સન્યોગિતા પ્રધાન, ર્ટન મિનલ શાહ અને ગેસ્ટ લેફ્ટનંટ કમલપ્રીત સાગગીએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સાયબર ગુંડાગીરી, ઓનલાઈન ગેમિંગ, જુગાર, વિવિધ પ્રકારની ફિશીંગ, સ્ટેગ્નોગ્રાફી, બ્લુ વ્હેલ, પ્રિડેટર્સ વગેરે જેવા વિષયો સમજાવવામાં આવ્યા હતા. તેમજ 1930 ડાયલ કરીને ઓનલાઈન ફરિયાદો કેવી રીતે કરવી અને સાયબર ક્રાઈમ સેલ અથવા નજીકના પોલીસ સ્ટેશન દ્વારા ઓફલાઈન ફરિયાદો કેવી રીતે કરવાની સમજણ આપવામાં આવી હતી.