કારેલીબાગના જલારામ નગરના મકાનમાંથી વહેલી સવારે 5.30 વાગે મગરના બચ્ચાનું રેસ્ક્યૂ કરાયું

ઘરમાં મગરનું બચ્ચું જોતાં જ પરિવાર ગભરાઇને બહાર નીકળી ગયો હતો

MailVadodara.com - A-baby-crocodile-was-rescued-from-a-house-in-Jalaram-Nagar-Karelibagh-at-5-30-am

- એક ફૂટના મગરના બચ્ચાનું રેસ્ક્યૂ કરી વન વિભાગને સોંપાયું


વડોદરામાં વિશ્વામિત્રી નદીની આસપાસના રહેણાંક વિસ્તારોમાં વારંવાર નગરો તેમજ મગરના બચ્ચા આવી જવાના બનાવ બનતા હોય છે.

કારેલીબાગ વિસ્તારમાં જલારામ નગર-2માં આજે વહેલી પરોઢિયે 5.30 વાગ્યાની આસપાસ આવો જ એક બનાવ બનતા પરિવારજનો ગભરાઈને બહાર નીકળી ગયા હતા. આ વિસ્તારમાં રહેતા રજાકભાઈ ગોહિલના મકાનમાં એક ફૂટનું મગરનું બચ્ચું ઘરની અંદર આવી જતા પરિવારજનોએ જીએસપીસીના જીવદયા કાર્યકરોની મદદ લીધી હતી. 


જીએસપીસીએના રીનવ કદમે ઘરના એક ખૂણામાં ઘૂસી ગયેલા મગરના બચ્ચાંનું રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપ્યું હતું. મગરનું બચ્ચું ઘરમાં આવી ગયું હોવાના બનાવ ઉપરથી એમ માની શકાય છે કે, આસપાસના વિસ્તારમાં બીજા મગરના બચ્ચા તેમજ મગરી પણ હોઇ શકે છે, જેથી લોકોને સતર્ક રહેવા જીવદયાના કાર્યકરોએ અપીલ કરી છે.

Share :

Leave a Comments