- આ બાબુ ચાપલુસી કરી અધિકારીઓની ઓફિસમાં પડ્યા રહે છે...!!
સરકાર ભ્રષ્ટાચાર નાથવા ભલે ગમે એટલા પ્રયત્નો કરે, પરંતુ સરકારી બાબુઓ સુધરવાનું નામ લેતા નથી. કલેકટર કચેરીમાં પણ આવા જ એક સરકારી બાબુ ચર્ચાનો વિષય બન્યો છે. આ બાબુને વહીવટમાં જ રસ હોય છે...
ભ્રષ્ટાચારનો સડો સરકારી કચેરીઓમાં ઉધઈની જેમ ફેલાઈ ગયો છે. સરકાર ભ્રષ્ટાચાર નાથવાના અથાગ પ્રયાસો કરે છે. પરંતુ કેટલાક ઉપરી અધિકારીઓમાં ઈચ્છા શક્તિનો અભાવ અને લાલચ સરકારના પ્રયાસો પર પાણી ફેરવી નાંખે છે. તાજેતરમાં કલેકટર કચેરીના પ્રાંગણમાં આવેલી એક ઓફિસમાં એક બાબુના વહીવટની ચર્ચા પૂરજોશમાં ચાલે છે. આ બાબુ અંગ્રેજી નામનો શોખીન છે. આ બાબુ એમનું કામ છોડી અધિકારીઓની ચાપલુસી કરવામાંથી ઉંચા આવતા નથી. અધિકારીઓની ઓફિસોમાં પડી પથારી કરતા આ બાબુ અધિકારીઓના વહીવટ કરવામાં પાવરઘા છે. જો કોઈ વહીવટ ના કરે તો એને ધક્કા ખવડાવવામાં આવે છે. પોતાનું ટેબલ છોડી આ મહાશય અધકારીઓની સાથે કેબિનમાં જ બેસી રહે છે. હાલ માં આ બાબુનો વહીવટ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે..