- દૂષિત પાણીના કારણે મોત થયું હોવાનો પરિવારજનોનો આક્ષેપ
વડોદરા શહેરના ખોડિયાર નગર વિસ્તારમાં આવેલ ગોવિંદનગર સોસાયટીમાં રહેતી ચંદ્રિકા બારિયાનું ઝાડા-ઉલ્ટીને કારણે મોત થયું છે ત્યારે વડોદરા શહેરનું પાલિકા તંત્ર ઊંઘતું હોય તેમ લાગી રહ્યું છે.
બનાવની મળતી માહિતી મુજબ, વડોદરા શહેરના ખોડિયાર નગર ચાર રસ્તા પાસે ગોવિંદ નગર સોસાયટીમાં રહેતી ચંદ્રિકા રમેશભાઇ રાઠવાને ઝાડા-ઉલટી થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ગઇકાલે દાખલ કરવામાં આવી હતી. જેનું સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પરિવારજનોનો આક્ષેપ હતો કે, દૂષિત પાણીના કારણે મોત થયું છે. જોકે, પરિવારના અન્ય સભ્યોને ઝાડા-ઉલટી થયા ન હતા.
ઉલ્લેખનીય છે કે, ચોમાસાનું આગમન થતા જ વડોદરા શહેરમાં રોગચાળાના કેસો વધ્યા છે. અનેક વિસ્તારોમાં દૂષિત પાણીને કારણે લોકોમાં ઝાડા-ઉલ્ટીના કેસ સામે આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ કોર્પોરેશન દ્વારા અનેક વિસ્તારોમાં પાણીના નમૂના લેવાયા હતા. જે ફેઈલ આવ્યા હતા.