વડોદરામાં ડેન્ગ્યુના 4, મેલેરિયાનો 1 કેસ પોઝિટિવ નોંધાયો; હોસ્પિટલોમાં ઓપીડીની સંખ્યામાં વધારો

વરસાદી પાણી ભરાવાને કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધ્યો

MailVadodara.com - 4-cases-of-dengue,-1-case-of-malaria-were-reported-positive-in-Vadodara


- ચિકનગુનિયાના શંકાસ્પદ 8 દર્દીના સેમ્પલ લેવાયા, આરોગ્ય વિભાગ દ્વારા 32 હજાર મકાનોનો સરવે કરાયો, 15 હજારથી વધુ ઘરમાં ફોગિંગ કરાયું


વડોદરા શહેરમાં વરસાદના પાણી ભરાવાને કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય બંને રોગચાળો વધી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા 15 દિવસથી કોલેરાના દર્દીઓ જાહેર કરાઈ રહ્યા છે. સાથે જ ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મલેરિયાના શંકાસ્પદ દર્દીની સંખ્યામાં પણ આરોગ્ય વિભાગ દ્વારા સત્તાવાર રીતે વધારો કરાયો છે. શુક્રવારે જાહેર કરેલા આંકડા મુજબ ડેન્ગ્યુના 46 શંકાસ્પદ દર્દી પૈકી ચાર દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તો હાલમાં સયાજી હોસ્પટલમાં 2 હજારની ઓપીડી જોવા મળી રહી છે.



વડોદરા પાલિકાના બુલેટિન અનુસાર ચિકનગુનિયાના શંકાસ્પદ 8 દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા છે. મેલેરિયાના લક્ષણ ધરાવતા વાઇરલ ફીવરના 921 દર્દીના ટેસ્ટ કરાયા હતા, જે પૈકી 1 દર્દી પોઝિટિવ આવ્યું છે. એકતનગર વિસ્તારમાંથી મેલેરિયાનો દર્દી નોંધાયો છે. આ સાથે જ સરવે દરમિયાન 74 લોકોને ડાયેરિયા થયાનું જણાયું હતું. શહેરમાં વરસાદી પાણી ભરાવાને કારણે રોગચાળો વધશે તેવી શક્યતાથી જ આરોગ્ય વિભાગ દ્વારા અર્બન હેલ્થ સેન્ટર ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. જોકે, તે માત્ર સરવે પૂરતી જ સમિત કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળો અટકાવવા માટે શહેરમાં 15,953 મકાનમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગે શુક્રવારે કુલ 32511 ઘરમાં તપાસ કરી હતી.


આ અંગે સયાજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે, ચોમાસાની ઋતુમાં વરસાદ બાદ આ પ્રકારના રોગચાળા ફેલાવવાની શક્યતાઓ વધુ હોય છે. દર વર્ષે આ સિઝનમાં આ પ્રકારના કેસ વધતા રહેતા હોય છે. એના માટે હોસ્પિટલમાં પૂરેપૂરી કાળજી રાખવામાં આવી રહી છે. જરૂરિયાત મુજબ વ્યવસ્થા કરવામાં આવે છે અને લોકોને અપીલ કરું છું કે, વરસાદ બાદ સ્વચ્છતા રાખવામાં આવે, આસપાસ પાણીનો ભરાવો ન થાય તે ધ્યાન રાખવું જોઈએ, ઉકાળેલું પાણી પીવું જોઈએ, હાલમાં સયાજી હોસ્પિટલમાં થોડોક વધારો થયો છે, એવરેજ 2000ની ઓપીડી રહેતી હોય છે.

Share :

Leave a Comments