સાળંગપુર મંદિરે દર્શન કરવા ગયેલા મકરપુરામાં રહેતા વેપારીના બંધ મકાનમાંથી 4.73 લાખની મતાની ચોરી

MailVadodara.com - 4-73-lakh-votes-were-stolen-from-the-closed-house-of-a-businessman-living-in-Makarpura-who-had-gone-to-visit-the-Salangpur-temple

- મકરપુરાની ભક્તિનગર સોસાયટીમાં રહેતા જગતકુમાર પટેલના મકાનમાંથી તસ્કરો રોકડા રૂપિયા 60,000 તથા 4.13 લાખના સોના-ચાંદીના દાગીના ચોરી ગયા

શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતા વેપારી પરિવાર સાથે સાળંગપુર હનુમાજીના મંદિરે ગયા હતા. ત્યારે તસ્કરો તેમના મકાનમાં ત્રાટક્યા હતા અને તિજોરીમાંથી રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના મળી 4.73 લાખની મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી ભક્તિનગર સોસાયટીમાં રહેતા જગતકુમાર ચંદ્રકાંતભાઈ પટેલ કાર એસેસરીસનો વેપાર ધંધો કરે છે. તેઓએ મકરપુરા પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, 21 ફેબ્રુઆરીના રોજ મારા મકાનને તાળું મારીને અમે પરિવાર સાથે સાળંગપુર ખાતે હનુમાનજીના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા અને 23 ફેબ્રુઆરીએ ઘરે પરત આવ્યા હતા. મારી પત્નીએ તાળું ખોલવા જતા તાળું ન હતુ અને મુખ્ય દરવાજો બ્ાંધ હતો. બ્ાાદમાં મેં તથા મારી પત્નીએ મકાનમાં જઇને તપાસ કરતા ઘરવખરી સહિતના સરસામાન વેર વિખરાયેલ હાલતમાં પડેલો હતો. તિજોરીનો દરવાજો ખુલ્લો હોય ડ્રોવરમાં તપાસ કરતા રોકડા રૂપિયા 60,000 તથા 4.13 લાખના સોના-ચાંદીના દાગીના ગાયબ્ા હતા. જેથી અમે બ્ાહાર ગયા હતા ત્યારે તસ્કરો તેમના મકાનમાં ઘુસી રોકડ રકમ તથા ઘરેણાં મળીના 4.73 લાખની મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. મકરપુરા પોલીસે વેપારીની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

Share :

Leave a Comments