ચોમાસામાં સંભવિત આપત્તિનો સામનો કરવા વડોદરા જિલ્લા-તાલુકા મથકોમાં 24x7 કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે

સંભવિત પરિસ્થિતિઓને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન

MailVadodara.com - 24x7-control-room-at-Vadodara-District-Taluka-headquarters-to-deal-with-potential-disaster-in-Monsoon

- વડોદરા જિલ્લા કક્ષાએ કલેક્ટર કચેરી ખાતે નિયંત્રણ કક્ષ શરૂ કરાયો, તાલુકા કક્ષાએ પણ મુખ્ય મથક ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા

વડોદરા જિલ્લામાં ચોમાસાની ઋતુને અનુલક્ષીને પૂર, વાવાઝોડું, અતિવૃષ્ટિ જેવી સંભવિત પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. આ સંભવિત કુદરતી આપદાઓને પહોંચી વળવા વડોદરા જિલ્લામાં જિલ્લા કક્ષાએ તેમજ તમામ તાલુકા મથકોએ નિયંત્રણ કક્ષ શરૂ કરવામાં આવ્યા છે.

વડોદરા જિલ્લા કક્ષાએ કલેક્ટર કચેરી ખાતે નિયંત્રણ કક્ષ શરૂ કરવામાં આવ્યો છે, જેનો સંપર્ક નંબર 1077 અને 0265-2427592 છે. આ ઉપરાંત તાલુકા કક્ષાએ પણ મુખ્ય મથક ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. જેના સંપર્ક નંબરો જણાવીએ તો, પાદરા તાલુકાના કંટ્રોલ રૂમનો સંપર્ક નંબર 02662-222590 છે. આવી જ રીતે સાવલી તાલુકા માટે 02667-222045 (મોબાઈલ - 9408316602), કરજણ તાલુકા માટે 02666-232046, ડભોઈ તાલુકા માટે 02663-254315, વાઘોડિયા તાલુકા માટે 02668-262229 (મોબાઇલ - 8140630146), ડેસર તાલુકા માટે 02667-299087/88, શિનોર તાલુકા માટે 02666-264272 તેમજ વડોદરા તાલુકા માટે 8200746292 નંબર પર સંપર્ક કરવાનો રહેશે. આ તમામ કંટ્રોલ રૂમ અને સંપર્ક નંબરો 24x7 કાર્યરત રહેશે. ચોમાસા દરમિયાન ભારે કે અતિભારે વરસાદ, વાવાઝોડું, પૂર, પાણી ભરાઈ જવાની સમસ્યા સહિતના નિરાકરણ માટે વડોદરા જિલ્લાના નાગરિકો ઉક્ત નંબરો પર ગમે ત્યારે સંપર્ક કરી શકશે.

આ તદુપરાંત વડોદરા જિલ્લામાં આરોગ્ય, ફાયર, વન વિભાગ, જિલ્લા પંચાયત, માર્ગ-મકાન વિભાગ અને સિંચાઈ વિભાગ દ્વારા પણ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. વરસાદી પાણીના નિકાલ માટે પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નક્કર આયોજન કરવામાં આવ્યું છે.

Share :

Leave a Comments