17 વર્ષની સગીરાની 32 વર્ષના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા ઘરમાં ધમાલ, માતાએ અભયમની મદદ લીધી

પુત્રીની શાન ઠેકાણે લાવવા વિધવા માતાએ અભયમની મદદ લીધી હતી

MailVadodara.com - 17-year-old-minor-to-get-married-to-32-year-old-boyfriend-house-rumble-mother-takes-help-of-Abhayam

- સગીરાએ પોતાના નાના ભાઇને ગરમ તવેથાના ડામ આપ્યા હતા તેમજ સગીરા ઘરમાંથી વારંવાર રૂપિયા ચોરીને બોયફ્રેન્ડને આપી દેતી હતી

શહેરના બાપોદ વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરા 32 વર્ષીય યુવાન સાથે લગ્ન કરવાની જીદે ચડી હતી. જોકે આ બાબતે માતાએ ના પાડતા સગીરાએ માતાને ઢોર માર માર્યો હતો. જેના કારણે માતાએ અભયમની મદદ લીધી હતી. અભયમે સગીરાને સમજાવ્યું હતું કે, પિતા ન હોવાને કારણે તેણે તેના ભવિષ્યમાં ધ્યાન આપવા કહ્યું હતું અને માતાને મદદરૂપ થવા જઆવ્યું હતું.

મળતી માહિતી મુજબ, વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં રહેતી મહિલાના પતિનું 5 વર્ષ પહેલા મોત નીપજતા મહિલા ફુલ વેંચીને સંતાનોનું ભરણપોષણ કરતી હતી. 10 વર્ષીય પુત્ર મુક-બધીર છે અને તે ઘરમાં જ રહે છે. માતા પણ આખો દિવસ કામના કારણે ઘરની બહાર રહેતી હોવાને કારણે ભાઈ-બહેન એકલા જ ઘરમાં રહેતા હતા. આ દરમિયાન સગીરા નજીકમાં રહેતા 32 વર્ષીય યુવાનના સંપર્કમાં આવી હતી.તેઓની વચ્ચે મિત્રતા ગાઢ બનતા મિત્રતા પ્રેમમાં પરીણમી હતી.

આ વિશે જ્યારે માતાએ સગીરાને સમજાવવાનો પ્રયાસ કરતા સગીરા તેઓની વાત સાંભળતી નહોતી અને ઘરમાંથી રૂપિયા ચોરી કરીને યુવક સાથે મોડી રાત સુધી બહાર ફર્યા કરતી હતી. આ વિશે પણ માતાએ પુત્રીને ટોકી હતી. જેના કારણે સગીરા ગુસ્સે ભરાઈ હતી અને તેણે માતા સાથે મારઝુડ કરતી હતી. જેના કારણે માતાએ અભયમને ફોન કરીને આખી ઘટના અભયમને જણાવતા ટીમ તેઓના ઘરે પહોંચી હતી.

માતાએ અભયમની મદદ માંગતા કહ્યું હતું કે, મારી દીકરી મારા નાના પુત્રને ગરમ તવેથાના ડામ આપી ત્રાસ ગુજારી રહી છે. હજી તેની ઉંમર કરિયર બનાવવાની છે. પરંતુ તે લગ્નની જીદે ચડી છે અને મને પણ મારઝૂડ કરી રહી છે. તે ઘરમાંથી વારંવાર રૂપિયા ચોરીને તેના બોયફ્રેન્ડને આપી રહી છે.

ટીમે સગીરાને સમજાવ્યું હતું કે, હાલમાં તારી ઉમર લગ્ન કરવાની નથી અને હમણાં તારે ભણવાની ઉમંર છે અને તારે તારી મમ્મીને સપોર્ટની જરૂર છે. તો તારે મમ્મીને સપોર્ટ કરો અને તારા પપ્પા નથી તો તમારા ભાઈનું ધ્યાન પણ તમારે રાખવું જોઈએ. તારી મમ્મીની મહેનતની કમાણી બોયફ્રેન્ડને ન આપવી જોઈએ. જેથી સગીરાને તેની ભુલનો પછતાવો થયો હતો અને તેણે પોતાની માતાની અને ભાઈને માફી માંગી અને આગળથી ભણવામાં ધ્યાન આપશે અને માતાને પણ સહાય કરશે તેવી ખાત્રી આપી હતી.

અભયમની ટીમે સગીરાનું કાઉન્સેલિંગ કરી તેના બોયફ્રેન્ડની મુશ્કેલી વધશે તેવી કાયદાકીય સમજ આપી હતી.સગીરાને જવાબદારીનું ભાન કરાવતાં તેણે પોતાની ભૂલ કબૂલી હતી અને પરિવારનું ધ્યાન રાખી પગભર થવા લેખિતમાં બાંહેધરી આપી હતી.

ભાઈ-બહેન આખો દિવસ એકલા રહેતા હોઇ ભાઈની જવાદારી સગીરા પર હતી. જેના કારણે સગીરા હમેંશા ચિડાયેલી રહેતી હતી અને 10 વર્ષના ભાઈને શરીર પર ડામ આપતી હતી. આ બાબતે પણ અભયમને સગીરાને સમજાવી હતી કે, નાનાભાઈને શારીરીક નુક્શાન પહોંચાડવું યોગ્ય નથી તારી પર કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે.

Share :

Leave a Comments