પાદરાના ડબકામાં ગણેશ પંડાલ બાંધી રહેલા 15 યુવાનને કરંટ લાગ્યો: 1નું મોત, 14 યુવાનને ઇજા

અંધારું હોવાથી પંડાલનો લોખંડનો પોલ 11 KV વીજલાઇનને અડી જતાં દુર્ઘટના બની

MailVadodara.com - 15-youths-electrocuted-while-building-Ganesh-pandal-in-Padra-dabka-1-killed-14-injured

- 6 વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી, પરિવાર સ્તબ્ધ થઇ ગયો

હાલ રાજ્યમાં વરસાદી માહોલ ચાલી રહ્યો છે, તો બીજી તરફ આગામી શનિવારથી ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થઇ રહ્યો છે. જેને લઇને તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ત્યારે પાદરાના ડબકા ગામે એક આધાતજનક ઘટના સર્જાઇ છે. જેમાં ગણેશ પંડાલ બાંધી રહેલા 15 એકસાથે યુવકોને કરંટ લાગ્યો હતો. જેમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજતાં વાતાવરણ ગમગીન બની ગયું હતું, જ્યારે અન્ય 14 યુવાનને અલગ અલગ જગ્યાઓ પર ઇજાઓ થઈ હતી. લોખંડની એંગલ પંડાલ પરથી પસાર થતા હાઇટેન્શનલાઈનને અડી જતાં આ દુર્ઘટના બની હતી.


પ્રાપ્ત માહિતી અનુસાર પાદરા તાલુકાના ડબકા ગામમાં છેલ્લાં 40 વર્ષથી ગણેશોત્સવ મનાવવામાં આવે છે. 41મા વર્ષે ગણેશ ઉત્સવ મનાવવા માટે યુવક મંડળના યુવાનો 12 ફૂટની શ્રીજીની સ્થાપના માટે 15 ફૂટ ઊંચો પંડાલ બનાવી રહ્યા હતા. અંધારું હોવાથી પંડાલનો લોખંડનો પોલ 11 KV વીજલાઇનને અડી જતાં પંડાલ બનાવવાનું કામ કરી રહેલા 15 યુવાનને કરંટ લાગતાં હાહાકાર મચી ગયો હતો. દુર્ઘટનામાં પ્રકાશ ડાહ્યાભાઈ જાદવ ઉર્ફે સચિન નામના યુવાનનું ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું છે, જ્યારે અન્ય 14 યુવાનને અલગ અલગ જગ્યાઓ પર ઇજાઓ થઈ હતી. લોખંડની એંગલ પંડાલ પરથી પસાર થતા હાઇટેન્શનલાઈનને અડી જતાં આ દુર્ઘટના બની હતી.

આ ઘટનામાં મોતને ભેટેલો યુવાન પ્રકાશ ઉર્ફે સચિન જાદવ ત્રણ ભાઈમાં બીજા નંબરનો હતો. તે ગામમાં પ્રોવિઝન સ્ટોર ચલાવતો હતો. તેને 6 વર્ષની દીકરી છે. પ્રકાશનું મોત નીપજતાં પરિવાર સ્તબ્ધ થઇ ગયો છે. પ્રકાશ જાદવ સારો ક્રિકેટર હતો, પાદરા તાલુકામાં રમાતી ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમતો હતો, આથી તે તાલુકામાં સચિન તરીકે ઓળખાતો હતો. લોકો તેના મૂળ નામ પ્રકાશ કરતાં સચિન તરીકે વધારે જાણીતો હતો.


ગણેશમંડળના અગ્રણી મહેશભાઇ જાદવે જણાવ્યું હતું કે, યુવક મંડળ દ્વારા વડોદરામાં શ્રીજીની મૂર્તિ બુક પણ કરાવી દીધી હતી. શુક્રવારે વડોદરા મૂર્તિ લેવા માટે આવવાના હતા, પરંતુ મોડીરાત્રે બનેલી ઘટનાને પગલે ગામ શોકમાં ગરકાવ થઇ ગયું છે. મંડળ દ્વારા હવે સોપારીની સ્થાપના કરી ગણેશ ઉત્સવ મનાવવાનો નિર્ણય કર્યો છે.

વડુ પોલીસ મથકના પીઆઇ એમ.આર.ચૌધરીએ જણાવ્યું હતું કે મોડીરાત્રે પંડાલ બનાવતા સમયે ઘટના બની છે. અંદાજે 15 ફૂટ ઊંચો પંડાલ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન આ ઘટના બની છે. આ બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Share :

Leave a Comments