- એમ્બ્યુલન્સ ૫૦૦ મીટર દૂર હશે ત્યારે જ સિગ્નલ ગ્રીન થઈ જશે અને એમ્બ્યુલન્સ સડસડાટ નીકળી જશે
- વડોદરાના આઇ ટી વિભાગની કામગીરીની દિલ્હીએ નોંધ લીધી અને હવે ૧૦૦ શહેરમાં અનુકરણ થશે
વડોદરા મહાનગર પાલિકાના આઈ ટી વિભાગ દ્વારા એમ્બયુલન્સ માટે ગ્રીન કોરી ડોર બનાવવામાં આવ્યો છે. આ એવી વ્યવસ્થા છે કે જેમાં સડકો પર દોડતી એમ્બયુલન્સને સિગ્નલ પર ટ્રાફિકમાં રોકાવું નહીં પડે. પાલિકાની આ નવી વ્યવસ્થાની દિલ્હી માં નોંધ લેવાઈ છે.
પાલિકાના ઇન્ફરમેશન એન્ડ ટેક્નોલોજી વિભાગે સિગ્નલ પર ટ્રાફિકમાં અટવાતી એમ્બયુલન્સ માટે ટેક્નોલોજીની મદદથી રસ્તો કાઢ્યો છે. આ નવતર પ્રયોગ છેલ્લા બે મહિનાથી સફળ થઈ રહ્યો છે. સામાન્ય સંજોગોમાં ટ્રાફીક માં સિગ્નલ પર એમ્બયુલન્સ અટવાતી હોય છે. ગ્રીન કોરી ડોરની આ ટેક્નોલોજી મુજબ એમ્બયુલન્સ સિગ્નલ પહેલા ૫૦૦ મીટરના અંતરે પહોંચશે એટલે ટ્રાફિક સિગ્નલ ગ્રીન થઈ જશે. જેના કારણે એમ્બયુલન્સ સિગ્નલ સુધી પહોંચે એ પહેલા સિગ્નલ પર નો ટ્રાફિક આગળ નીકળી જશે અને એમ્બયુલન્સ સડસડાટ નીકળી જશે. આમ એમ્બયુલન્સ માટે ગ્રીન કોરી ડોર જેવી વ્યવસ્થા થઈ જશે. પ્રારંભિક તબક્કે શહેરના ૪૦ સીગનલો પર આ વ્યવસ્થા કાર્યરત છે. વડોદરામાં આ સિસ્ટમની સફળતાની નોંધ દિલ્હીમાં લેવાઈ છે. બે દિવસ અગાઉ દિલ્હી થી આવેલી ખાસ ટીમે શહેરના નવ સિગ્નલ પર આ વ્યવસ્થા નું નિરીક્ષણ કર્યું હતું. દિલ્હી ની ટીમ ગ્રીન કોરી ડોર નો પ્રોજેક્ટથી પ્રભાવિત થઈ હતી અને ટેક્નિકલ ડીટેલ લીધી હતી. એક માહિતી મુજબ દેશના ૧૦૦ જેટલા શહેરમાં આ પ્રોજેક્ટનું અનુકરણ કરવામાં આવશે.
એક માહિતી મુજબ તાત્કાલિક સરવારની જરૂરિયાત માટે દવાખાને લઈ જવાતા દર્દીઓ પૈકી ૩૦ ટકા દર્દીઓનું મોત સમયસર દવાખાને નહિ પહોંચવાના કારણે થાય છે. પાલિકાના આ નવતર પ્રયોગથી દર્દીઓને ત્વરિત સારવાર માટે થતો વિલંબ ટાળી શકાશે.