બોલો, પાણીગેટની કોટિયાર્ક નગર સોસાયટીમાં એક જ મકાનમાં પાંચ વાર ચોરી

પોલીસની ઘોર બેદરકારીએ તસ્કરોને પેધા પાડ્યા...!

MailVadodara.com - theft-five-times-in-one-house-in-Kotiark-Nagar-Society-of-Panigat

- પાણીગેટ પોલીસ મારી ફરિયાદ લેવામાં કાયમ અખાડા કરે છે : તરંગ ગુપ્તે

- હું પાણીગેટ આવ્યો ત્યારથી તરંગભાઈની આ પહેલી ફરિયાદ છે : પો.ઇ.ગોહિલ

- કાગળ પર સબ સલામત બતાવતી પોલીસ ગુન્હાખોરીનું પ્રમાણ ઓછું બતાવવા ફરિયાદો નોંધતી નથી


વડોદરા શહેર માં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે.  પાણીગેટ ની કોટીયાર્ક નગર સોસાયટીમાં એક જ મકાનમાં દોઢ વર્ષમાં પાંચ વાર ચોરી થઈ હોવા છતાં પોલીસ ફરિયાદ નોંધવા માટે અખાડા કરી રહી છે.


   પાણીગેટ સ્થિત કોટીયાર્ક નગર સોસાયટીમાં એ-૮૨ નંબરના મકાનમાં રહેતાં તરંગ ગુપ્તે કન્સ્ટ્રકશનો વ્યવસાય કરે છે  તેમના જણાવ્યા અનુસાર તેમના નિર્માણાધીન મકાનમાં છેલ્લા દોઢ વર્ષમાં પાંચ વાર ચોરી થઈ હતી. એક મકાનમાં ઉપરાછાપરી ચોરીના બનાવો અંગે પાણીગેટ પોલીસ મથકે  ફરિયાદ નોંધાવા અખાડા કરે છે. પોલીસ ફરિયાદ નોંધતી નથી. પહેલીવાર ચોરી થઈ ત્યારે તસ્કરો રૂ.૨૨ હજાર ની કિંમતનો પંપ ચોરી ગયા હતા. બીજીવાર ચોરી થઈ ત્યારે  ભર બપોરે ગેસના સિલિન્ડર અને બે મોબાઈલ ની ચોરી થઈ હતી. ત્રીજીવાર એરકન્ડિશન મશીનના રૂ.૪૦ હજારની કિંમતના કોપરના વાયરોની ચોરી થઈ હતી. ચોથી વખત એક્સટેનશન વાયર બોર્ડ, મશીન સહિત રૂ.૨ હજારની મત્તાની ચોરી થઈ હતી અને પાંચમી વાર ગઈકાલે  એલ્યુમિનિયમના ડોર અને બારીની ફ્રેમ ની ચોરી થઈ છે. જયારે જયારે ચોરી થઈ ત્યારે તરંગભાઈએ પાણીગેટ પોલીસ મથકમાં  અરજી આપી છે. જો કે પોલીસે એફ આઈ આર  નોંધવાની તસ્દી લીધી નથી. પોલીસે ગલ્લા તલ્લા કરી તરંગભાઈને ટાળવાનો પ્રયાસ કર્યો છે.

      પાણીગેટ પોલીસ મથકના પો. ઈ. ગોહિલે અ બાબતે જણાવ્યું હતું કે પાણીગેટ પોલીસ મથકમાં મારા આવ્યા પછી તરંગભાઈની આ પહેલી ફરિયાદ છે. અમે ફરિયાદ લેવા તેમને બોલાવ્યા છે.

        કાગળ પર સબ સલામતના પોલીસના દાવા વચ્ચે એક જ સ્થળે પાંચ-પાંચ  વાર  ચોરી થાય અને ફરિયાદ ના નોંધાય ત્યારે પોલીસના દાવા પર સવાલો ઉઠે એ સ્વભાવિક છે.

Share :

Leave a Comments