વડોદરામાં ઝોમેટોનો ઓર્ડર પતાવી ઘરે જતાં યુવકને છરો બતાવી રૂા.10 હજાર લૂંટનાર આરોપી ઝડપાયો

યુવક નોકરી પરથી ઘરે જતો હતો ત્યારે રસ્તામાં રોકી ઈંટથી હુમલો કર્યો હતો

MailVadodara.com - the-accused-who-robbed-a-youth-of-Rs-10-thousand-by-showing-a-knife-while-going-home-after-completing-the-order-of-Zomato-was-caught

- યુવકે બૂમાબૂમ કરતા વિવેક લોહાણા ભાગી ગયો, આખરે પકડાયો

વડોદરાના અલકાપુરી વિસ્તારમાં ઝોમેટોનો ઓર્ડર પતાવી ઘરે જતાં યુવકને રસ્તામાં રોક્યા બાદ છરો બતાવીને રૂપિયા 10 હજારનો લુંટી લેનાર યુવકને સયાજીગંજ પોલીસે ઝડપી પાડયો હતો.

વડોદરા શહેરના અલકાપુરી રેલ્વે સ્ટેશન પાછળ રહેતા રાહુલભાઈ સુમંતભાઈ ગામીત ઝોમેટોમાં ફૂડ ડિલિવરીનું કામ કરે છે. રાલ ગામીતે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું છેલ્લા ત્રણ વર્ષથી ઝોમેટોમાં ફૂડ ડિલીવરી બોય તરીકે નોકરી કરી ગુજરાન ચલાવું છું. ગત રવિવારે હું ઝોમેટોનો ઓર્ડર પતાવી મારા ઘરે જઇ રહ્યો હતો. તે સમય દરમિયાન બપોરના આશરે અઢી વાગ્યાના સુમારે અરુણોદય સર્કલ પાસે વિવેક લોહાણા નંબર વગરની એકટીવા લઈને મારી બાઇકની આગળથી ઓવરટેક કરી આગળ ઉભી રાખી દીધી હતી અને વિવેક મારી પાસે રૂપિયાની માગણી કરવા લાગ્યો હતો. જેથી મેં આનાકાની કરતા તેણે મારી ફેંટ પકડી તેના ખીસ્સામાંથી ચપ્પુ કાઢી મને જણાવ્યું હતું કે, રૂપિયા નહીં આપે તો તેને ચપ્પુ મારી દઇશ. તેમ જણાવતા હું ગભરાઈ જઇ મારી બાઈક લઈ ભાગવા જતા તેણે મારી પર ઈંટથી હુમલો કર્યો હતો. જેથી હું નીચે પડી ગયો હતો. આ દરમ્યાન આ વિવેક મારા ખીસ્સાંમાંથી મારી લોનનો હપ્તો ભરવા માટે રાખેલા રૂપિયા 10 હજાર લઈ લીધા હતા. જાેકે મેં બુમાબુમ કરતા તે એક્ટીવા લઈને ભાગી ગયો હતો. ત્યારબાદ હું સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી. જેથી પોલીસે આઓપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો હતો.

Share :

Leave a Comments