વડોદરામાં ગ્રાહકો પાસેથી કાર ભાડે લઈ બારોબાર ગીરવે આપી ઠગાઈ કરનાર આરોપી 3 વર્ષે ઝડપાયો

ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પાદરા તાલુકાના ભોજ ગામના વસીમ નોબારાને ઝડપી પાડ્યો

MailVadodara.com - the-accused-who-repeatedly-cheated-by-renting-cars-from-customers-and-giving-pledges-was-arrested-for-3-years

- આરોપીએ 3 વર્ષમાં ફોર્ડ એન્ડોવર, મારૂતિ બલેનો, હ્યુન્ડાઇ ક્રેટા, મહિંદ્રા થાર, બ્રેઝા અને ઓડી જેવી 38 કાર ભાડેથી મેળવી વેચાણથી તેમજ ગીરવે મૂકી દીધી


વડોદરા રોજબરોજ ઠગાઈનાં કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગ્રાહકો પાસેથી કાર ભાડે લઈ બારોબાર ગીરવે આપી ઠગાઈ કરતાં એક ઇસમની ધરપકડ કરવામાં આવી છે. આ ઇસમે અત્યાર સુધીમાં 38 કાર ભાડે મેળવી ગ્રાહકની જાણ બહાર ગીરવે મૂકી પૈસા મેળવી ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે. આ આરોપી અગાઉ જે. પી. પોલીસ મથકનાં ગુનામાં નાસતો ફરતો હતો. જેને શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આઇ. ભાટી અને તેઓની ટીમને ચોક્કસ માહિતીનાં આધારે વસીમ યુશુફ નોબારા (રહે.ગામ ભોજ, તા.પાદરા, જી.વડોદરા)ને શોધી તેની સઘન પૂછપરછ દરમિયાન છેલ્લાં ત્રણ વર્ષથી વડોદરા શહેર તેમજ વડોદરા શહેરની આસપાસ આવેલા વિસ્તારોમાંથી નાગરિકો પાસેથી ફોરવ્હીલ વાહનો જેમાં ફોર્ડ એન્ડોવર, મારૂતિ બલેનો, હ્યુન્ડાઇ ક્રેટા, મહિંદ્રા થાર, મારૂતિ બ્રેઝા, ઓડી જેવી 38 જેટલી વૈભવી કાર ભાડેથી મેળવી વાહન માલિકોની જાણ બહાર વસીમ નોબારા બારોબાર અન્ય વ્યક્તિઓને વેચાણ આપવાનું સાથે ગીરવે આપવાનું કામ કરતો હતો તેવું પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું.


તાજેતરમાં જ જે.પી.પોલીસ સ્ટેશનમાં આ શખ્સ સામે ઠગાઇ તેમજ વિશ્વાસઘાતનો ગુનો નોંધાયેલ છે. તદુપરાંત વડોદરા શહેરમાં જુદી-જુદી જગ્યાએ ભોગ બનનાર નાગરિકોએ અરજીઓ તેમજ રજૂઆત તેની સામે કરવામાં આવી છે. આ પકડાયેલ ઇસમ વસીમ નોબારા અંગેની ખાતરી તપાસ દરમિયાન ગત 27/06/23ના રોજ તાંદલજા ખાતે ફરીયાદીનાં મિત્ર સાથે ફોરવ્હીલ આપવા બાબતે આરોપી અજીમ મેમણ તથા તેના મિત્ર વસીમ નોબારા સાથે બોલાચાલી કરતા હતા ત્યારે ફરીયાદી તે બંનેને સમજાવવા જતા. તે બંનેએ ફરિયાદી સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને ફરિયાદી સાથે ઝપાઝપી કરી ફરિયાદીનાં માથાના ઉપરનાં ભાગે લાકડાનો ધોકો મારી માથામાં ઈજા પહોંચાડી હતી. આ અંગે જે.પી.પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો. તે અંગે તપાસ માટે તેને ત્યાં સોંપવામાં આવ્યો છે.

Share :

Leave a Comments