જુના પાદરા રોડ ઉપર સ્કૂટર સવાર યુવકની મંગેતરનું પર્સ લૂંટી બે લુંટારા બાઈક પર ફરાર

અકોટા પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે લૂંટારાઓની તપાસ હાથ ધરી

MailVadodara.com - old-Padra-Road-two-robbers-robbed-the-purse-of-a-young-mans-fiance-on-a-scooter-and-escaped-on-a-bike

- બાઈક સવાર યુવકોનો 3 કિમી સુધી પીછો કર્યો પરંતુ તેઓ ભાગી છુટવામાં સફળ રહ્યા હતા

- પર્સમાં મોબાઇલ, રોકડા રૂપિયા 3500 તેમજ બીજા ડોક્યુમેન્ટસ હતા

વડોદરા શહેરમાં અછોડા અને મોબાઈલ લૂંટના અવારનવાર બનાવો બની રહ્યા છે ત્યારે ગઈકાલે રાત્રે જુના પાદરા રોડ પર સ્કૂટર સવાર યુવકની મંગેતરનું પર્સ લૂંટી બે લુટારા બાઈક પર ફરાર થઈ ગયા હતા.

માણેજાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા અને ખાનગી નોકરી કરતા ધીરજ કુમાર સિંગે કહ્યું છે કે, ગઈકાલે હું અને મારી મંગેતર વડોદરા રેલવે સ્ટેશન પર મારા સાળાને મુકવા માટે ગયા હતા. ત્યાંથી પોણા બાર વાગ્યાની આસપાસ અમે અલકાપુરી થઈ ચકલી સર્કલવાળા રસ્તે સ્કૂટર પર જતા હતા ત્યારે એક બાઈક ઉપર બે યુવકો અમારી પાછળ આવ્યા હતા. આ પૈકી એક યુવકે મારી મંગેતરનું પર્સ આંચકી લીધું હતું અને યોગા સર્કલ થઈ અકોટા ડી-માર્ટ તરફ ફરાર થઈ ગયા હતા. અમે બાઈક સવાર યુવકોનો બેથી ત્રણ કિ.મી સુધી પીછો પણ કર્યો હતો પરંતુ તેઓ ભાગી છુટવામાં સફળ રહ્યા હતા. પર્સમાં મોબાઇલ, રોકડા રૂપિયા 3500 તેમજ બીજા ડોક્યુમેન્ટસ હતા. અકોટા પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે લૂંટારાની તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments