ખાનગી કંપનીના મેનેજરે મકાનના પૈસા વાઇટ કરાવવાની લાલચમાં રૂા.1.75 કરોડ ગુમાવ્યા

બેંગ્લોરમાં મકાન વેચી તે કિંમત વડોદરા આંગડિયા પેઢી મારફતે વાઇટ કરવાની લાલચે ઠગાઈ

MailVadodara.com - manager-of-a-private-company-lost-Rs-1-75-crore-in-the-temptation-to-whitewash-the-money-of-the-house

- ઠગાઈ આચરનાર છ વ્યક્તિ સામે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

સમગ્ર રાજ્યમાં અવારનવાર છેતરપિંડીના બનાવો સામે આવી રહ્યાં છે. જેમાં લોકો રૂપિયાની લાલચ જોઈ કોઈપણ વ્યકિતને છેતરવાનું શરૂ કરી દે છે. મૂળ વડોદરાના અને બેંગ્લોરમાં રહેતાં અને મુંબઈમાં ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા વ્યક્તિ બેંગ્લોરમાં મકાન વેચી તે કિંમત વડોદરા આંગડિયા પેઢી મારફતે વાઇટ કરવાની લાલચ આપી ઠગાઈ આચરનાર છ વ્યક્તિ સામે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મૂળ વડોદરાના અને બેંગ્લોરમાં રહેતા અને મુંબઈમાં ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા મન્યુસઅલી જાફરઅલીખાન પઠાણ દ્વારા માંજલપુર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ મારે કર્ણાટક ખાતે આવેલ મકાન રૂપિયા 1.75 કરોડમાં વેચ્યું હતું. જે પૈસાને વાઈટ કરવા માટે તેઓ શોધમાં હતા. તે દરમિયાન તેઓના એક મિત્ર દ્વારા ડી. કે. આંગડિયા પેઢીમાં બેંગ્લોરથી વડોદરા મોકલ્યા હતા. આ રૂપિયા માટે મિત્રના મિત્ર ચિરાગભાઈ રતિલાલ શાહ (રહે બી /1004 પેગોડા વ્યું સેક્ટર 8 ચારકોક કાંદીવલી વેસ્ટ મુંબઈ) અને ઘનશ્યામભાઈ ચીમનભાઈ પટેલ (રહે એ 1, હરિકૃષ્ણ પાર્ક ડુપ્લેક્સ દરબાર ચોકડી વડોદરા) આવેલા હતા અને તેઓની સાથે બે અન્ય માણસો હતા.

અમે શહેરના વડસર ખાતે આવેલ પાર્ક પેરેડાઇઝ કોમ્પ્લેક્સ બીજા માળે આવેલ 220 નંબરની ઓફિસમાં ગયા હતા અને ત્યારબાદ અમે રોકડા રૂપિયા આપી તેઓને RTGS કરવાની વાત કરી હતી. રકમની ગણતરી કરવી પડશે તેમ કહી તેઓએ રૂપિયા લઈ અંદર ગણતરી કરી હતી અને ત્યારબાદ તેઓ આ જોખમ વધારે હોવાથી ગોડાઉનમાં પૈસા મૂકવા જવું પડશે એવું કહી અને તે રૂપિયા લઈને ગોડાઉનમાં મુકવા ગયા હતા પરંતુ, RTGSના માધ્યમથી મુંબઈથી રૂપિયા અમારા ખાતામાં આવ્યા નહોતા. જેથી, અમે ત્યાં ઓફિસ પર બેઠા હતા, ત્યારબાદ ઓફિસ બંધ કરવાની વાત કરતા અમે ત્યાંથી હટ્યા નહોતા પરંતુ, સામેથી ઈકબાલનો કોલ આવ્યો હતો અને RTGSમાં કોઈ પ્રોબ્લેમ થયો હોવાથી તેઓ પૈસા સયાજી હોટલ સયાજીગંજ પાસે આવે છે અને ત્યાંથી રોકડા આપવાની વાત કરે છે. તે દરમિયાન અમે ત્યાં પહોંચ્યા ત્યારે ત્યાં કોઈ મળ્યુ નહોતુ અને મોબાઈલ નંબર પણ બંધ આવતો હતી. ત્યારબાદ અમે ફરીથી ઓફિસ ગયા તો ઓફિસ પણ બંધ હતી. આમ, અમારા મકાનના રૂપિયા 1.75 કરોડની રકમ લઇ આરોપી ચિરાગભાઈ શાહ, ઘનશ્યામભાઈ પટેલ, ઈકબાલ,રાહુલ ઉર્ફે રૂહુલ ખત્રી, પ્રકાશ બૈષ્ય અને જીગ્નેશભાઈ રમણભાઈ સોની સામે માંજલપુર પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી છે.

Share :

Leave a Comments